google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Saturday, July 13, 2024
HomeGujaratભરૂચમાં પહેલો રોડ શો ઓટોમેશન એક્સ્પો ૨૦૨૪ યોજાતા ૩૦ થી વધુ પ્રદર્શકો...

ભરૂચમાં પહેલો રોડ શો ઓટોમેશન એક્સ્પો ૨૦૨૪ યોજાતા ૩૦ થી વધુ પ્રદર્શકો તેમની અદ્યતન તકનીકોનું પ્રદર્શન કર્યું

ભરૂચ,
ભરૂચમાં પ્રથમ ઓટોમેશન રોડ શો આજરોજ બોલ રૂમ ૧ અને ૨ હયાત પ્લેસ ભરૂચ ખાતે સવારે થી સાંજ સુધી યોજાયો હતો.જે ઓટોમેશનના ભવિષ્યની ઝલક આપવા માટે યોજવામાં આવી રહ્યો છે.જેમાં ૩૦ થી વધુ પ્રદર્શકો તેમની અદ્યતન તકનીકોનું પ્રદર્શન કર્યું હતું.
આ રોડ શો એક ગ્રાઉન્ડ બ્રેકિંગ ઈવેન્ટ આગામી ઓટોમેશન એક્સ્પો ૨૦૨૪ માટે સ્ટેજ સેટ કરે છે.આ ૧૭મું આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સ જે ૨૧ થી ૨૪ ઓગસ્ટ ૨૦૨૪ પહેલો રોડ શો ઓટોમેશન એક્સ્પો ૨૦૨૪ દરમ્યાન BEC, નેસ્કો, મુંબઈ ખાતે યોજાનાર છે.જેમાં ૫૦૦ થી વધારે સ્ટોલ અને ૮૦૦ થી વધુ કંપનીઓ ભાગ લઈ રહી છે .
ભરૂચ ખાતે યોજાયેલ પહેલો રોડ શો ઓટોમેશન એક્સ્પો ૨૦૨૪ ના ઉદ્દઘાટન સમારોહમાં અદાણી – પેટ્રોકેમિકલ બિઝનેસના વીપી ડૉ.કેયુર વોરા,SRF લિ એસોસિયેટ વીપી ઈલેક્ટ્રિકલ એન્ડ ઈન્સ્ટના જગદીશચંદ્ર પ્રણામી,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ ના વીપી અને CoE એન્જિનિયરિંગના વડા કાર્તિક ફોજદાર,
ફોનિક્સ કોન્ટેક્ટ ઈન્ડિયાના વીપી – કંટ્રોલ એન્ડ ઈન્ડસ્ટ્રી સોલ્યુશન મિલન દેસાઈ,Telsonic India Pvt. લિ SAW પ્રોસેસ સોલ્યુશન્સ અને નિવાસી નિયામક શ્યામ વારિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભરૂચ ખાતેના આ ઓટોમેશનના પ્રીવ્યુ પ્રોગ્રામમાં અમે ૫૦૦ થી ૧૦૦૦ ઈન્સ્ટ્રુમેન્ટેશન અને ઓટોમેશન ક્ષેત્રના ઉત્સાહી મુલાકાતીઓની અપેક્ષા રાખીને આ ઈવેન્ટ ઈનોવેશનને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગની પ્રગતિને આગળ વધારવાના અમારા મિશનમાં નોંધપાત્ર સીમા ચિહ્નરૂપ છે.
આ ઓટોમેશન રોડશો નવીનતમ પ્રોડક્ટ અને ટેક્નોલોજીનું પ્રદર્શન અને નિષ્ણાત પ્રસ્તુતિઓને દર્શાવતા એક અદભુત અનુભવનું વચન આપે છે. મુલાકાતીઓ,રોબોટિક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી લઈને ઈન્ડસ્ટ્રી-વિશિષ્ટ એપ્લિકેશન્સ સુધીની,ઓટોમેશન ટેક્નોલૉજીની પરિવર્તનશીલ સંભવિતતા વિશે મહત્વની જાણકારી મેળવશે.આકર્ષક કિઓસ્ક, ટેબલ ટોપ ડિસ્પ્લે અને ઇન્ટરેક્ટિવ વાતોથી વિવિધ ઉદ્યોગોને આકાર આપતી નવીનતાઓની વ્યાપક સમજ પ્રદાન કરનાર છે.
વધુમાં ઈવેન્ટ અપ્રતિમ નેટવર્કિંગ તકો પ્રદાન કરે છે,ઉદ્યોગ વ્યાવસાયિકો વચ્ચે સહયોગ અને જ્ઞાનના આદાનપ્રદાનની સુવિધા આપે છે. પ્રતિભાગીઓ નવી ભાગીદારી બનાવવા, વૃદ્ધિની તકો શોધવા અને મુંબઈમાં આગામી ઓટોમેશન એક્સ્પો ૨૦૨૪ માટે તૈયારી કરવાની અપેક્ષા રાખી શકે છે.
ભરૂચમાં પ્રથમ વખતના ઓટોમેશન રોડશોનો લોકોએ ભાગ બની આ અપ્રતિમ તકને હાંસલ કરી ઉદ્યોગને આગળ ધપાવવા માટે નવીનતમ ટેક્નોલોજીની માહિતી મેળવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!