આમોદ,
આમોદ નગરમાં આજરોજ ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે શ્રીફળ વધેરી વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.જેમાં આમોદ શહેર ભાજપના હોદ્દેદારો,પાલિકાનાં સદસ્યો અને નગરજનો સહિત વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આમોદ નગરમાં ધારાસભ્ય, સસંદ સભ્ય,૧૫ ટકા વિવેકાધીન ગ્રાન્ટ,સ્વચ્છ ભારત મિશન,વેસ્ટ મેનેજમેન્ટ,વ્યવસાય વેરા ૫૦ ટકા ગ્રાન્ટ સહીત વિવિધ ગ્રાન્ટોના ૨.૪૨ કરોડના વિકાસ કાર્યો જેવા કે પીકઅપ સ્ટેન્ડ, મજૂર કલ્યાણ કેન્દ્ર,પેવર બ્લોક, સી.સી.રોડ, ગટર લાઈનનું કામ, ગાર્બેજ પોઈન્ટ દુર કરી બ્યૂટી ફિકેશનનું કામ, ગાયોને પાણી પીવા માટે ઓવારાનું કામ, હિન્દુ સ્મશાનમાં ગેટ બનાવવાનું કામ સહિતનાં કામોનું ધારાસભ્ય ડી.કે.સ્વામીએ ખાતમુર્હૂત કરી આમોદ નગરજનોને વિકાસ કાર્યોની ભેટ આપી હતી.ધારાસભ્ય ડી.કે.સ્વામીએ જે-તે એજન્સીના હાજર રહેલા કોન્ટ્રાક્ટરોને ગુણવત્તાયુક્ત કામ કરવાં ટકોર પણ કરી હતી.આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક પાલિકાનાં સદસ્યો સહિત નગરજનો,વેપારી આગેવાનો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.