google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratનેત્રંગના હાથાકુંડી ગામેથી ૨ મહિનાનું દીપડાનું બચ્ચું મળી આવતા વન વિભાગની ટીમ...

નેત્રંગના હાથાકુંડી ગામેથી ૨ મહિનાનું દીપડાનું બચ્ચું મળી આવતા વન વિભાગની ટીમ દોડી

- વન વિભાગની ટીમને જાણ કરતા ટીમે તેની સારવાર કરી સુરક્ષિત છોડવામાં આવ્યું

ભરૂચ,

ભરૂચ જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ વધુ જીવ મળતા હોય છે.પરંતુ જેમ જેમ જંગલ વિસ્તાર કપાતો જાય છે તેમ તેમ વન્ય પ્રાણીઓ માનવ વસ્તી તરફ જોવા મળી રહ્યા છે.ત્યારે છે ૧૦ વર્ષમાં નેત્રંગ,વાલિયા અને ઝઘડિયા તાલુકામાં દીપડાની વસ્તીમાં ખૂબ વધારો થયો છે.અવાર નવાર આ ત્રણેય તાલુકામાં દીપડા લોકોને જોવા મળતા હોય છે જેથી લોકોમાં ભય જોવા મળતા તેઓને પાંજરે પુરવા વન વિભાગને જાણ કરવામાં આવતા પાંજરા મૂકીને પકડવામાં આવે છે અને તેને જંગલ વિસ્તારમાં.સુરક્ષિત છોડવામાં આવે છે.પરંતુ દીપડા માટે જંગલમાં રહેઠાણ કે ખોરાકની સુવિધા ન હોવાના કારણે ઘણા સમયથી રેવન્યુ વિસ્તારમાં દીપડાઓએ તેનું રહેઠાણ બનાવી દીધું છે.જેનો એક પુરાવો નેત્રંગ તાલુકાના હાથાકૂંડી ગામે વરસાદમાં દીપડીનું એક બચ્ચું ગામમાં રસ્તા ઉપર રઝળતું મળી આવ્યું હતું.

નેત્રંગ તાલુકાના છેવાડાના હાથાડુંડી ગામેથી તેની માં થી વિખૂટું પડેલું દીપડીનું માત્ર બે મહિનાનું નાનું બિલાડી જેવું દેખાતું બચ્ચુ ગામ લોકોના ધ્યાન ઉપર આવ્યું હતું.જેની જાણ નેત્રંગ રેંજ ફોરેસ્ટ ઓફિસર જે.એમ.સરવૈયાને કરતા તેના માર્ગદર્શન હેઠળ

વન વિભાગની ટીમ આવીને આ દીપડીના બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું અને દિપડીના નાના બચ્ચાને હાથાકુંડીથી લાવી તેની સારવાર કરવામાં આવેલ હતી.ત્યાર બાદ સાંજના સમયે ફરી જે જગ્યાએથી મળી આવ્યું હતું.સ્થળ નિરીક્ષણ કરી દિપડી ગામના લોકોને વારંવાર જોવા મળતી હતી તે સ્થળ પર દિપડી જોવા મળતા બચ્ચાને છોડી તેની માં સાથે ફરી મિલન કરાવી જીવતદાન આપ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવ વસ્તીમાં છેલ્લા ઘણા સમયથી દીપડા દેખાતા હોવાની ફરિયાદ ઉઠવા સાથે સોશ્યલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થતા હોય છે.ત્યારે વન વિભાગ દ્વારા જ્યાં દીપડા દેખાતા હોય તેવા વિસ્તારોમાં સર્વે કરી પાંજરા મૂકી તેઓને ઝડપી પાડી તેઓને ખોરાક અને રહેવાની સુવિધા મળે તેવા સુરક્ષિત સ્થળે છોડવાના પ્રયત્નો કરવા જોઈએ જેથી દીપડો માનવ વસ્તીમાં કોઈ નિર્દોષનો જીવ ન લઈ શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!