google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Sunday, July 14, 2024
HomeGujaratદહેજની ઈપેક પેટ્રોકેમ કંપનીમાં પાણી સ્ટોરેજની ટાંકી ફાટતા ૨ કામદારોના મોત

દહેજની ઈપેક પેટ્રોકેમ કંપનીમાં પાણી સ્ટોરેજની ટાંકી ફાટતા ૨ કામદારોના મોત

- અન્ય ૪ કામદારોને ઈજા થતાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા - પંપ અને મોટર ઈન્સ્ટોલેશનની કામગીરી દરમ્યાન ટાંકી નીચેથી ફાટી જતાં બની દુર્ધટના : ટાંકી અડધી ભરેલ હોવાના કારણે મોટી દુર્ધટના ટળી

ભરૂચ,

ભરૂચના દહેજમાં આવેલ ઈપેક કંપનીમાં ૨.૫૦ લાખ લીટરની પાણીની ટાંકીમાં ફાટતા નજીકમાં કામ કરતા ૨ કામદારોના મોત નિપજ્યા હતા જ્યારે ૪ કામદારોને ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ દહેજ પોલીસને થતા ધટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દહેજમાં આવેલ ઈપેક પેટ્રોકેમ કંપનીમાં કામદારો પંપ અને મોટર ઈન્સ્તોલેશનની  કામગીરી કરી રહ્યા હતા તે દરમ્યાન કંપનીમાં રહેલ ૨.૫૦ લાખ લીટરની પાણીની ટાંકી એકાએક ફાટી જતા પાણીનો જથ્થો વેરફાત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.જે પાણીનો પ્રવાહ વધી જતાં નજીકમાં કામ કરી રહેલા કુલ ૬ જેટલા કામદારો પાણીમાં તણાયા હતા જે પૈકી ૨ કામદારો ૨૧ વર્ષીય સૂરજ રામ બહાદુર અને ૨૨ વર્ષીય વિશાલકુમાર કલ્યાણ રાયને ગંભીર ઈજાના પગલે મોતની નિપજ્યા હતા જ્યારે અન્ય ૪ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે  ખસેડવામાં આવ્યા હતા.

તો બનાવની જાણ થતા જ દહેજ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે પાણીની ટાંકી કઈ રીતે ફાટી જેવા પ્રશ્નોને લઈને દહેજ પોલીસ તેમજ ભરૂચનું સેફટી એન્ડ હેલ્થ વિભાગ વધુ તપાસ ચલાવી રહ્યું છે.તો બીજી બાજુ સગીર વયના બાળકો પણ કામદાર તરીકે કામ કરી રહ્યા હોવાની લોક ચર્ચા ઉઠવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!