(જ્યોતિ જગતાપ, રાજપીપલા)
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે કે ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા બંધ ગત સીઝનમાં છલોછલ ભરાતા જેના ફળ સ્વરૂપે આખી સીઝન ઉનળામાં પણ રાજ્યના ખેડૂતોને સિંચાઈ નું પાણી અને રાજ્યની જનતા ને પીવાનું પાણી વીજળી જોઈએ એટલી મળી રહેશે એટલો ડેમ હાલ સક્ષમ છે.પાણીનો વિપુલ માત્રામાં જથ્થો ડેમમાં છે.નર્મદા ડેમ ૭૭ ટકા ભરેલો છે.નર્મદા ડેમની હાલ સપાટી ૧૩૧.૧૦ મીટર છે જે ગત વર્ષની સરખામણી માં ૮ મીટર વધુ છે.હાલ ઉપરવાસ માંથી ૮૦૮૪ ક્યુસેક પાણી આવી રહ્યું છે.જેની સામે ૨૭,૨૨૯ ક્યુસેક પાણી ખર્ચાઈ રહ્યું છે.એટલે હવે ચાલુ થતો ઉનાળો આકળો બને એ પહેલા ખેડૂતોની માંગણીને જોતા નર્મદા ડેમ માંથી ૨૦,૦૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.આ પાણી સૌરાષ્ટ્ર કચ્છ સુધી નર્મદા કેનાલને લિંક તળાવો માં ઠાલવી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.આગામી ૧૫ માર્ચ પછી પણ જો ચોમાસુ ઠેલાય એક બે મહિનો તો પણ નર્મદા ડેમ ખડૂતોને પાણી આપવા એકદમ સક્ષમ છે. શિયાળો હવે ધીરે ધીરે વિદાઈ લઈ રહ્યો છે અને ગરમી વધવા લાગી છે.એટલે રાજ્ય માં વીજળીની માંગ પણ વધી છે રાજ્યને ૧૬ ટકાના નિયમ મુજબ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ચાલુ કરી દેવામાં આવ્યા છે હાલ કેનાલ માં પાણી છોડવાને કારણે CHPH કેનાલહેડ પાવર હાઉસ ના ત્રણ ટર્બાઈનો વારાફરતી ૯૬ કલાક ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હાલ તો આ નર્મદા ડેમ માંથી ૨૦ હજાર ક્યુસેક પાણી છોડાતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે.