best news portal development company in india

ભારે પવન ફુંકાતા નર્મદા કાંઠા વિસ્તારમાં ખેતીને નુકશાન : કેળના પાક ઉપરાંત આંબા પરના કેરીના ફળોને નુકશાન

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

હવામાન નિષ્ણાતો દ્વારા તાજેતરમાં વાવાઝોડા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી.ત્યારે તે મુજબ ગતરોજ તા.૫ મીના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.

ભરૂચ જીલ્લામાં પણ કમોસમી વરસાદ થયો હતો. જિલ્લાના અન્ય વિસ્તારોની જેમ ઝઘડિયા તાલુકામાં પણ ભારે પવન ફુંકાઈને વરસાદ વરસતા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.ભર ઉનાળે ચોમાસું જોવા મળ્યું હતું.જોકે પવન અને વરસાદને લઈને લોકોએ સખત ગરમી અને ઉકળાટથી કંઈક અંશે રાહત અનુભવી હતી.હાલ લગ્નસરાની મોસમ ચાલું છે ત્યારે ભારે પવન અને વરસાદને કારણે લગ્ન પ્રસંગોમાં તકલીફો સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉપરાંત ભારે પવન અને કમોસમી વરસાદની અસર ખેતી પર પણ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના મુલદ,ગોવાલી,ઉચેડિયા,નાનાસાજા,રાણીપુરા, મોટાસાજાં,લીંમોદરા,અવિધા,ઈન્દોર,વેલુગામ સહિતના ગામોના વિસ્તારોમાં કેળનો પાક સારા પ્રમાણમાં લેવાય છે.વરસાદની સાથે સાથે ભારે પવન ફુંકાતા કેળના તમામ ગામોના ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું હતું.કેળના છોડ નમી પડીને જમીનદોસ્ત થઇ જતા ખેડૂતો દિઠ લાખો રૂપિયાના આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ઉનાળા દરમ્યાન આંબાના વૃક્ષો પર કેરીના પરિપક્વ ફળો જોવા મળતા હોય છે.ગતરોજ કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન ફુંકાતા આંબા પર લાગેલ કેરીઓ નીચે ખરી પડતા આંબાની ઉપજ એવા કેરીના પાકને ભારે નુકશાન થયું હતું.આ લખાય છે.ત્યારે બીજા દિવસે પણ તાલુકામાં વાદળછાયું વાતાવરણ જણાય છે.ગતરોજ થયેલ કમોસમી વરસાદ અને પવન ફુંકાવાના કારણે ઘણાં મકાનોના સેડ પરના પતરા ઉડી ગયા હતા.ઉપરાંત ઘણાં કાચા મકાનો પર નાંખેલ પતરાઓ પણ  ઉડ્યા હતા. તાલુકામાં ભારે પવનના કારણે તેની અસરથી કેટલાક વિસ્તારોમાં વીજ ફોલ્ટ સર્જાતા વીજ પ્રવાહ ખોરવાયો હતો.આમ ભારે પવન સાથે થયેલ કમોસમી વરસાદને પગલે તાલુકામાં જનજીવન પર તેની અસર જોવા મળી હતી.કમોસમી વરસાદને લઈને લોકોના ઘણાં રોજિંદા કામો અટવાયા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!