ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે.
આ ઓપરેશન રાત્રે લગભગ 1:30 વાગ્યે હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાના અદ્યતન ફાઇટર જેટ્સ મિરાજ-2000 અને સુખોઈ-30 MKI એ બહાવલપુર, કોટલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
રાજકોટ એરપોર્ટ ત્રણ દિવસ સુધી બંધ રહેશે
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરક્ષાના ભાગરૂપે કચ્છ, જામનગર એરપોર્ટ બાદ હવે રાજકોટ એરપોર્ટ પણ ત્રણ દિવસ સુધી બંધ રહેશે. રાજકોટ એરપોર્ટ પરથી સિવીલિયન ફલાઇટ ત્રણ દિવસ સુધી ઓપરેટ નહિ થાય. કેન્દ્ર સરકાર દ્રારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રે કાર્યવાહી કરી છે.
ઓપરેશન સિંદૂર બાદ જામનગર એરપોર્ટની સુરક્ષામાં વધારી, લોકો માટે ‘નો એન્ટ્રી’
ઓપરેશન સિંદૂર બાદ જામનગર એરપોર્ટની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જામનગર એરપોર્ટ પર દરરોજ મુંબઈથી આવતી ફ્લાઇટને પણ રદ કરાઈ છે. તો સામાન્ય જનતા માટે પણ એરપોર્ટ પર નો એન્ટ્રી છે. જામનગરએ સરહદી જિલ્લો છે અને સુરક્ષાની ત્રણેય પાંખો આર્મી, એરફોર્સ, નેવીના ક્વાર્ટર્સ જામનગરમાં આવેલ છે સુરક્ષાની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે.
ઑપરેશન સિંદૂર બાદ કચ્છમાં એલર્ટ, ભુજ એરપોર્ટ બંધ કરાયું
ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન બોર્ડરની સૌથી નજીક ગણાતા કચ્છ જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ- ભૂજ એરપોર્ટની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ભૂજથી અમદાવાદ અને મુંબઈની તમામ ફ્લાઈટો રદ કરી દેવામાં આવી છે. હાલની પરિસ્થિતિને લઈને આ નિર્ણય લેવાયો છે. ભૂજ એરપોર્ટ પર મિલિટ્રી એલર્ટ મોડ પર છે.
ગુજરાતની કચ્છ જિલ્લાની ઇન્ડો- પાક બોર્ડર પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. કચ્છ જિલ્લાના ભુજ એરપોર્ટને સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજકોટ અને જામનગર એરપોર્ટને અચોક્કસ મુદ્દત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યું.ઓપરેશન સિંદૂર બાદ રાજકોટ-ભુજ અને જામનગરની એર ઈન્ડિયાની અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ હુમલાથી ગુજરાતના એરફોર્સ બેઝ અને સરહદ પર સૈન્ય એલર્ટ થઈ ગયું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is