ભારત ટેરિફ ઘટાડીને શૂન્ય કરવા સંમત થઇ ગયું છે તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. ટ્રમ્પે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશો પૈકી એક છે પરંતુ તેમણે વિશ્વમાં મારા સિવાય અન્ય કોઇની પણ સામે આ પ્રસ્તાવ રજૂ કર્યો નથી.
તેમણે આ નિવેદન કેનેડાના વડાપ્રધાન માર્ક કોર્નીની સાથે વ્હાઇટ હાઉસમાં યોજાયેલ દ્વિપક્ષીય બેઠકમાં આપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે હવે કેટલાક નંબર ઘટાડવા જઇ રહ્યાં છીએ અને તેમને એ કહેવા જઇ રહ્યાં છીએ કે અમારો દેશ તેમની સાથે વેપાર માટે ખુલ્લો છે.
જો કે ટ્રમ્પે એ વસ્તુઓ કે ઉત્પાદન અંગે માહિતી આપી નથી જેના પર ટેરિફ શૂન્ય કરવામાં આવનાર છે. ટ્રમ્પના આ નિવેદન અગાઉ મીડિયાના એક રિપોેર્ટમાં પણ આ દાવો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગ ગણાવ્યો હતો. ગયા મહિને જ ટ્રમ્પે જણાવ્યું હતું કે ટેરિફ અંગે ભારત સાથેની મંત્રણા સારી ચાલી રહી છે અને ટૂંક સમયમાં ભારત સાથે ટેરિફ મુદ્દે સમજૂતી થઇ જશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is