વડોદરા,અગાઉ થયેલા પોલીસ કેસમાં સમાધાન કરવાનું કહી સફાઇ કામદારને ધમકી આપતા આરોપી સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ન્યૂ વી.આઇ.પી. રોડ સાંનિધ્ય ટાઉનશિપમાં રહેતા અરૃણભાઇ કેશવભાઇ મકવાણા ગોત્રી વોર્ડ – ૧૦ માં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૬ – ૧૧ – ૨૦૨૪ ના રોજ મારા દીકરા સાગર સાથે સારથી સોલંકી અને અન્યને ઝઘડો થયો હતો. જે અંગે સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. સારથી સોલંકીનું સગપણ ચંદ્રકાંત મફતભાઇ પરમારના સંબંધીની દીકરી સાથે થવાનું છે. ગત ૩ જી તારીખે ચંદ્રકાંતભાઇ (રહે. ૧૮ ક્વાટર્સ, ડભોઇયા પોલીસ ચોકી સામે) નો કોલ આવ્યો હતો. તેણે ગાળો બોલી ધમકી આપતા કહ્યું કે, સારથી સોલંકી મારો સગો થાય છે. તેનું સગપણ મારા સંબંધીની દીકરી સાથે થવાનું છે. જેથી, તમારા દીકરાને કહો કે, સમાધાન કરી લે. મેં અગાઉ ત્રણ મર્ડર કર્યા છે. મને કોઇ ફરક નહીં પડે. ફરિયાદ કરીશ તો મારી ૫૦ લાખની જમીન વેચી નાંખીશ. બાપોદ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is