best news portal development company in india

નિવૃત્ત શિક્ષક દંપતિને વીડિયો કોલિંગમાં પોલીસ વર્દી સાથે અધિકારીની ઓળખ આપી ૧૬ લાખ પડાવ્યા : રાજકોટથી બે આરોપીની અટકાયત

SHARE:

– નરેશ ગોયલ નામના ઈસમે ૨ કરોડની સાયબર ફ્રોડ છેતરપિંડી કરી ૨૦ ટકા તમારા ખાતામાં આવ્યા છે તેમ કહી નિવૃત શિક્ષક દંપતી સાથે ૧૬ લાખની છેતરપિંડી

– પોલીસ તમારી ધરપકડ કરશે તેમ કહી વીડિયો કોલિંગ ચાલુ રાખી શિક્ષક દંપતિના બંને એકાઉન્ટમાંથી ૧૬ બંસીલાલ ટ્રેડર્સમાં ટ્રાન્સફર કર્યા

– સાયબર ફ્રડો નિવૃત્ત લોકોને જ ભોગ બનાવતા હોવાના આક્ષેપ

ભરૂચ,

ભરૂચ જીલ્લામાં સાયબર ફ્રોડના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.જેમાં વધુ એક નિવૃત્ત શિક્ષક દંપતીએ ૧૬ લાખ ગુમાવવાની નોબત આવતા સમગ્ર મામલો સાયબર પોલીસ મથકમાં પહોંચતા સાયબર ફ્રોડોએ પોલીસના કપડામાં વીડિયો કોલિંગ કરી શિક્ષક દંપતી સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા રાજકોટથી બે આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

અંકલેશ્વર જુના દીવા રોડ ઉપર આવેલ નીલ માધવ રેસીડેન્સીના મકાન નંબર ૨૬ માં રહેતા નિવૃત્ત શિક્ષિકા પ્રેમીબેન મોતીભાઈ રોહિતે ભરૂચ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓને ગત તારીખ ૪/૫/૨૦૨૫ ના રોજ અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલિંગ વિડીયો આવ્યો હતો.જેમાં વીડિયો કોલિંગ કરનારે પોલીસના કપડાં પહેરલ હોય તેણે વિનોય કુમાર તરીકેની ઓળખ આપી સાયબર ક્રાઈમ દિલ્હીના પોલીસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને તેઓએ ફરિયાદી પ્રેમીબેન તથા તેમના પતિ મોતીભાઈ રોહિતને કહ્યું હતું કે દિલ્હીમાં નરેશ ગોયલ નામના ઈસમે ૨ કરોડનું સાયબર ફ્રોડ કર્યું છે જેના ૨૦ ટકા તમારા ખાતામાં આવ્યા છે જેના અનુસંધાને આપની ધરપકડ કરવા સિવિલ ડ્રેસમાં પોલીસ તમારા ઘરની આજુબાજુ પહોંચી ગઈ છે.

વીડિયો કોલિંગમાં પોલીસના વસ્ત્રોમાં અધિકારી તરીકે વાતચીત કરતા ફરિયાદી પ્રેમી બેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત બંને નિવૃત્ત શિક્ષક હોય અને પોલીસના વીડિયો કોલિંગ થી તેઓ ગભરાઈ ગયા હોય અને વીડિયો કોલિંગ કરનારે કહ્યું હતું કે પ્રેમી બેનના બેન્ક એકાઉન્ટમાં ૭,૫૦,૦૦૦ બેલેન્સ છે અને મોતીભાઈ રોહિતના બેન્ક એકાઉન્ટમાં ૮,૫૦,૦૦૦  જેટલું બેલેન્સ છે જે બંને બેંક એકાઉન્ટમાં ઝિરો બેલેન્સ કરવું પડશે તેમ કહી સાઇબર ફ્રોડોએ નિવૃત્ત બંને શિક્ષકના બેન્ક એકાઉન્ટ માંથી તમામ રકમ બંસીલાલ ટ્રેડર્સ નામના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવડાવી ફરિયાદી નિવૃત્ત દંપતી શિક્ષક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ભરૂચ સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે અજાણ્યા સાયબર ફ્રોડો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ થતા રાજકોટથી બે આરોપી અદનાન મોગલ અને રાહુલ જાદવની અટકાયત કરવામાં આવી હતી.

– કોઈપણ વીડિયો કોલ આવે તો ગભરાયા વિના સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરી શકો છો : ભરૂચ સાઈબર પોલીસ

સાયબર ફોડો વધુ પડતા નિવૃત તથા વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા હોય છે કારણ કે વીડિયો કોલિંગ માં જે પ્રકારે બતાવવામાં આવે છે તે પ્રકારે ગભરાઈ જતા હોય છે પરંતુ કોઈપણ વોટ્સએપ કોલિંગ કે વિડીયો કોલિંગથી ગભરાવાની જરૂર નથી તાત્કાલિક નજીકના સાઈબર પોલીસનો સંપર્ક કરવા ભરૂચ સાઈબર પોલીસે પણ અનુરોધ કર્યો છે.

– સાયબર ફ્રોડનો ભોગ બનેલા શિક્ષક દંપતિ સરકારી સ્કૂલમાંથી નિવૃત્ત થયા હતા

ભરૂચના અંકલેશ્વર નો દંપતી પ્રેમી બેન રોહિત તથા તેમના પતિ મોતીભાઈ રોહિત સરકારી સ્કૂલમાંથી શિક્ષક તરીકે નિવૃત્ત થયા હતા અને નિવૃત્તિ જીવન જીવતા હતા તે દરમ્યાન જ તેમની ઉપર સાયબર રોડએ વીડિયો કોલિંગ કરી પોલીસ અધિકારીની ઓળખ આપી તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા આખરે નિવૃત્ત શિક્ષક દંપતિ ચિંતિત બની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!