ભરૂચ,
અંકલેશ્વરના કોસમડી નજીક ટ્રકની અડફેટે એક મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે જંબુસરના પિલુદરા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત નિપજતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
ભરૂચ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે.ત્યારે અંકલેશ્વરના વાલિયા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.જેમાં કોસમડી નજીકથી પસાર થઈ રહેલા બાઈક સવાર દંપત્તિને હાઈવા ટ્રકના ચાલકે અડફેટમાં લીધા હતા.જ્યાં હાઈવાની ટક્કરે બાઈક સવાર દંપત્તિ સહિત બાળક રોડ પર પટકાયું હતું.જેમાં ગંભીર ઈજાના પગલે પત્નીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે પતિ અને બાળકને ઈજાઓ પહોચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવના પગલે અંકલેશ્વર GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
તો બીજી તરફ ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકા માંથી પણ વધુ એક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે.જેમાં મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના કારેલી ગામમાં રહેતા સંજયકુમાર નટવરભાઈ પરમારને પિલુદરા ગામ નજીક અકસ્માત નડ્યો હતો.માર્ગ પર ઉત્તર બુનિયાદી સ્કૂલ પાસે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતાં સંજય પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતાં વેડચ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે ડોઈ આવ્યો હતો.જ્યાં પોલીસે મૃતદેહને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is