‘કસૌટી જિંદગી 2’ શોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ સોનિયા અયોધ્યાના છૂટાછેડા થઈ ગયા છે. એક્ટ્રેસ લગ્નના 5 વર્ષ બાદ પતિ હર્ષ સમોરેથી અલગ થઈ ગઈ છે. તેણે એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન પોતાના ડિવોર્સ કન્ફર્મ કર્યા છે. સોનિયાએ જણાવ્યું કે, તેની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી રહી હતી.
હું મારો સમય અને એનર્જી ખર્ચ કરવા નથી માંગતીઃ સોનિયા
એક્ટ્રેસે પોતાના ડિવોર્સ વિશે વાત કરતા કહ્યું કે, ‘છૂટાછેડા ખૂબ દુઃખદ હોય છે. મેં ક્યારેય નહતું વિચાર્યું કે, મારી સાથે આવું થશે. મેં ઝઘડાથી ઉપર શાંતિ પસંદ કરી. હવે હું તેમાં મારી એનર્જી અને સમય આપવા નથી ઈચ્છતી. હું હવે ઠીક થવા, નવી વસ્તુ શીખવા અને જિંદગીમાં આગળ વધવા પર ફોકસ કરી રહી છું. જ્યારે સોનિયાને ડિવોર્સનું કારણ પૂછવાાં આવ્યું તો તેણે એ વાત પર ભાર મૂક્યો કે, લગ્ન ચલાવવા માટે બંને તરફથી પ્રયાસ થવા જોઈએ. એવું ન હોય કે, લગ્નમાં એક જ માણસ બધુ કરી રહ્યો હોય અને બીજાને પણ એફર્ટ્સ કરવા જોઈએ. લગ્નમાં એક યોગ્ય સંતુલન હોવું ખૂબ જરૂરી છે.
સોનિયા મલ્હોત્રાએ 2019માં હર્ષ સમોરે સાથે લગ્ન કર્યા હતા. પરંતુ, આ વર્ષે એપ્રિલમાં બંનેના ડિવોર્સ ફાઇનલ થઈ ગયા છે. ડિવોર્સ બાદ એક્ટ્રેસ પોતાના કામ પર ફોકસ કરી રહી છે. વર્ક લાઇફ પર સોનિયાએ કહ્યું કે, હું મારા કામ પર ફોકસ્ડ છું. હું રસપ્રદ પાત્ર ભજવવા પર ધ્યાન આપી રહી છું. સોનિયાએ ટીવી શો કસોટી જિંદગી 2 સિવાય સિર્ફ તુમ, નજર, શક્તિમાં પણ કામ કર્યું છે. એક્ટ્રેસ ઓટીટી પ્લેટફોર્મ પણ એક્સપ્લોર કરી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is