(જયશીલ પટેલ,ઝઘડિયા)
મનરેગા યોજના સ્થાનિક મજૂરોને કામ આપવાના આશય સાથે બનાવવામાં આવી હતી.પરંતુ હાલમાં ઝઘડિયા તાલુકામાં આ મનરેગા યોજના નેતાઓ અને અધિકારીઓ માટે ભ્રષ્ટાચાર આચરવાની યોજના બનીને રહી ગઈ છે!
ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકા ભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, સીસી રોડ, મેટલિંગ,વરસાદી કાંસ નું બાંધકામ વિગેરે કામો કરવામાં આવે છે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે,ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી ત્રણ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવ્યું હતું.ગોકળ ગાયની ગતીએ શરૂ થયેલું આ કામ સાત ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું છે,રેતી, કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા જ મેઈન રસ્તા પર છેલ્લા બે ત્રણ વર્ષથી આમ ને આમ અડચણરૂપ પડયા છે.રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મીતાબેન વસાવા,તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ,તલાટી કમ મંત્રી દ્વારા વારંવાર રજૂઆત તાલુકા પંચાયત ઝઘડિયા ખાતે તથા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીના અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરવામાં આવી હતી, પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય કોઈ જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં આવ્યું નથી,ગત ઓક્ટોબર નવેમ્બર માર્ચ દરમિયાન આ અટકી પડેલું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું.પરંતુ થોડું કામ કર્યા બાદ ફરીથી રાણીપુરા ગ્રામ પંચાયતનું કામ બેદરકારી અને તંત્રને નિષ્કાજીના કારણે અટકી પડ્યું છે, જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનુ કામ કરતી જે તે એજન્સી, ઈજારદારને નોટીસ પણ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે,પરંતુ જાડી ચામડીના એજન્સીવાળા ઈજારાદાર દ્વારા તાલુકા પંચાયતની નોટિસનો પણ કોઈ જવાબ આપ્યો નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે,હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપુરા પંચાયતની કચેરીના કારણે પંચાયતમાં કામ અર્થે આવતા ગામજનોને તથા પંચાયતની માસિક મીટીંગ દરમ્યાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડે છે, ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓને તથા આવા ઇજારાદારોને કાયમ માટે બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે, સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકી પડેલું કામ પૂર્ણ કરવામાં આવે જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધા યુક્ત પંચાયત કચેરી મળી રહે,તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is