ગોધરા, વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંઘલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત રન ફોર રામયાત્રા અંતર્ગત હરિયાણાના પર્વતારોહક નરેન્દ્રસિંહ યાદવ ગોધરા પહોંચ્યા છે. તેમનું વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને શહેરીજનો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
નરેન્દ્રસિંહ યાદવે સોમનાથથી અયોધ્યા સુધીની ૧૭૬૧ કિલોમીટરની યાત્રા શરૂ કરી છે. તેઓ આ યાત્રા ૩૪ દિવસમાં પૂર્ણ કરશે. આ પહેલા તેમણે રામેશ્વરથી અયોધ્યા, નાગપુરથી અયોધ્યા અને જમ્મુથી અયોધ્યા સુધીની યાત્રા પૂર્ણ કરી છે.નરેન્દ્રસિંહ યાદવ એક અનુભવી પર્વતારોહક છે. તેમણે વિશ્વના સાત ઊંચા પર્વતો પર સફળ આરોહણ કર્યું છે.તેમની આગામી યોજના અરુણાચલ પ્રદેશથી અયોધ્યા સુધીની યાત્રા કરવાની છે.વર્તમાન યાત્રા દરમિયાન તેઓ મધ્ય પ્રદેશ થઈને અયોધ્યા પહોંચશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તેમની યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is