best news portal development company in india

બ્રિટન ભણવા જતાં વિદ્યાર્થીઓ માટે કાયમી ધોરણે સેટલ થવું મુશ્કેલ બનશે

SHARE:

બ્રિટનની સરકારે વિઝા માટેના નિયમમોમાં ફેરફાર કરવાનું સૂચન વહેતું મૂકતા જાહેર કરેલા મુસદ્દાનો અમલ થાય તો ભારતમાંથી કે વિશ્વના અન્ય કોઈ દેસમાંથી બ્રિટનમાં ભણવા જતાં વિદ્યાર્થીઓને માત્ર 18 મહિના માટેની જ ઓપન વર્ક પરમિટ મળશે. અગાઉ બે વર્ષ માટે ઓપન વર્ક પરમિટ આપવામાં આવતી હતી. પરિણામે ભારતથી બ્રિટન ગયેલા વિદ્યાર્થીઓ માટે યોગ્ય ક્ષેત્રનો જોબ મેળવવો મુશ્કેલ બની જશે. યોગ્ય ક્ષેત્રમાં જોબ મળે તો જ સ્કિલ્ડ વર્કરની કેટેગરીમાં આપવામાં આવતો વિઝાના માઘ્યમથી બ્રિટનમાં સરળતાથી સેટલ થઈ શકાતું હતું. હવે બ્રિટનમાં સેટલ થવું મુશ્કેલ બનશે.

બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝા પર પહોંચી ગયા પછી અભ્યાસ પૂરો થઈ ગયા બાદ વિદ્યાર્થીઓ તેમનો નિભાવ ખર્ચ કાઢવા અને માતાપિતા પરનો ખર્ચ બોજ ઓછો કરવા માટે તેમના અભ્યાસ પ્રમાણે યોગ્ય ન હોય તેવા ક્ષેત્રમાં પણ નોકરી કરી લેતા હતા. તેને પરિણામ તેમને વિઝા મળતા નહોતા.

તેથી તેમને લાંબા ગાળાના વિઝા મેળવવા મુશ્કેલ બનશે. હવે તેમાં છ માસનો ઘટાડો કરી દેતા લાંબા ગાળાના વિઝા મેળવવાનું કામ વઘુ કઠિન બની જશે. અત્યારે 80થી 90 ટકા વિદ્યાર્થીઓને દોઢથી બે વર્ષ સુધી યોગ્ય જોબ પણ મળતો નથી. તેથી નવા મુસદ્દાની શરત તેમને વિઝા અપાવવામાં મોટો અવરોધ ઊભો કરશે.

તદુપરાંત અત્યારે વિદ્યાર્થીઓએ અભ્યાસ કરી લીધો તે પછી તેમના પોતાના ક્ષેત્રનો જોબ ન મળે અને 25600 પાઉન્ડનો પગાર ન મળે તો વિઝા માટેની પોઈન્ટ સિસ્ટમમાં પોઇન્ટ વધતા જ નથી. વિઝા મેળવવા માટે વિદ્યાર્થી પાસે 70 પોઈન્ટ હોવા જરુરી છે. તેમાં 20 પોઈન્ટ જોબ ઓફર લેટરના, 20 પોઈન્ટ આરક્યૂએફના અને 20 પોઈન્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશનના ગણાય છે. 10 પોઈન્ટ અંગ્રેજી ભાષા પરના પ્રભુત્વના ગણાય છે.

જોકે જોબ થકી થતી આવક 20,480 પાઉન્ડની હોય અને ઓક્યુપેશન શોર્ટેજ લિસ્ટમાં તે જોબ આવતો હોય તો તે વિદ્યાર્થીને વિઝા મળવાની પાત્રતા ગણાય છે, એમ વિઝાના જાણકાર પંકજ પટેલનું કહેવું છે. બીજું, બ્રિટનની સાાવાળાઓ પાસેથી યોગ્ય લાઈસન્સ ધરાવતી હોય તેવી કંપનીઓ જ જોબ ઓફર લેટર આપી શકશે. આ સ્થિતિમાં જે કંપની પાસે યોગ્ય લાઈસન્સ નહિ હોય તેમના જોબ ઓફર લેટર માન્ય ગણાશે નહિ. તેથી જેની પાસે સરકારી લાઈસન્સ હશે તે કંપનીઓ જોબ ઓફર લેટરનો ઇલીગલ બિઝનેસ કરવાનું ચાલુ કરી શકે છે. તેથી વિદ્યાર્થીઓ યોગ્ય ક્ષેત્રની નોકરી ન મળે તો રૂ. 25થી 40 લાખ આપીને ઇલીગલ જોબ ઓફર લેટર મેળવી લઈને વિઝા મેળવવાનો અને બ્રિટનમાં સ્થાયી થવાનો પ્રયાસ કરેશે.

વિઝાના નિયમાને લગતા શ્વેતપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઇમિગ્રેશન સિસ્ટમ સ્કીલ સાથે સંકળાયેલી હોવી જરુરી છે. તેને માટે જે તે વિદ્યાર્થીએ બ્રિટનમાં તાલીમ મેળવેલી હોવી જરુરી છે. તેથી માત્ર વિદેશથી સ્થળાંતર કરીને આવેલી દ્યિાર્થીઓના માઘ્યમથી જ તેમના સ્કીલ્ડ વર્કરની જગ્યા ભરવા પર સ્થાનિક કંપનીઓ મદાર ન બાંધે તેનું ઘ્યાન રાખવામાં આવ્યું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!