best news portal development company in india

અંકલેશ્વર જીઆઈડીસીની શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી ૧.૭૬ લાખના કેમિકલ પાઉડરની ચોરી

SHARE:

– ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી
ભરૂચ,
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ કંપની માંથી રૂપિયા ૧.૭૬ લાખની કિંમતના ૮૦ કિલો કેમિકલ પાવડરની ચોરી થતાં પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુધ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલ ફરીયાદ અનુસાર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર ૫૧૧૭ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ કંપની આવેલી છે.જેના ભાગીદાર અશ્વિન વઘાસીયાએ જણાવ્યું છે કે તારીખ ૦૭-૦૫-૨૦૨૫ ના રોજ હું કંપની ઉપર ગયેલ અને મારી કંપનીમાં રાખેલ 6HQ પાવડર કે જીએ અમે છેલ્લા ત્રણ મહિનાથી પ્રોડક્શન કરી સ્ટોક ૨૫૦ કિલો જેટલો પાવડર સ્ટોક કરેલ હતો.જે ઓછો જણાતા તેનું વજન કરવામાં આવતા ૮૦ કિલો પાવડર ઓછો જણાઈ આવતા કંપનીના લેબરોને આ બાબતે પૂછતાં તેઓને ખબર ન હોવાનું જણાવેલ જેથી છેલ્લા ત્રણ મહિનાથી આશરે ૦૭-૦૨-૨૦૨૫ થી ૦૭-૦૫-૨૦૨૫ દરમ્યાન કોઈપણ સમયે અજાણ્યા ચોર અમારી કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કંપનીમાં રાખેલ 6HQ પાવડર ૮૦ કિલો જેની આશરે કિંમત ૧.૭૬ લાખની ચોરી બાબતે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!