(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
પુત્ર તથા પુત્રવધુના ઝઘડામાં વયોવૃધ્ધ માતાને થતા મનદુ:ખ થતા અકતેશ્વર બ્રિજ પરથી છલાંગ મારી આપઘાત કરવાની કોશીશ કરવાની ઘટના સામે આવી છે.જોકે નર્મદા એલસીબી પોલીસે માતાને બચાવી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અકતેશ્વર ચોકડી નજીક આવેલ નર્મદા નદી પર આવેલ બ્રીજ પરથી પસાર થતા હતા. દરમ્યાન એક વયોવૃધ્ધ મહિલા બ્રીજની દિવાલ પરથી છલાંગ લગાવી આપઘાત કરવાની કોશીશ કરી રહેલ હોવાનુ જણાઈ આવતા તાત્કાલીક મહિલા પાસે પહોચી જઈ પુછપરછ કરતા મહિલા પોતાના પુત્ર તથા પુત્રવધુના ઝઘડાનુ મનદુ:ખ થતા આપઘાત કરવા. મજબુર થયેલ હોવાનું જણાવ્યું છે.ત્યાર બાદ મહિલાનુ જ કાઉન્સેલીંગ કરવું પડ્યું.મહિલાને આપઘાત કરતા અટકાવી બ્રીજની દિવાલ પરથી ઉતારી લઇ મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. અને આગળની કાર્યવાહી અર્થે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is