– કોર્ટ દાવામાં વપરાતા સ્ટેમ્પ પણ ઝઘડિયા તાલુકામાં ઉપલબ્ધ નહીં હોય નાગરિકોએ ભરૂચ અંકલેશ્વર સુધી સ્ટેમ્પ લેવા લંબાવવું પડે છે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકામાં સરકારી અરજીઓ માટે વપરાતી ટિકિટ, કોર્ટ ફી માં વપરાતી, લગ્ન નોંધણી માટેની ટિકિટ ની અછત વર્તાઈ રહી છે, તથા કોર્ટના દાવામાં વપરાતા સ્ટેમ્પ લેવા પણ અંકલેશ્વર ભરૂચ સુધી નાગરિકોએ લંબાવવું પડે છે.
મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકામાં ખૂબ મોટા પ્રમાણ વિવિધ પ્રકારની અરજીઓ પર લગાવવાની ટિકિટો,લગ્ન નોંધણીની ટીકીટ વગેરે ની ભારે માંગ રહેતી હોય છે,ઉપરાંત કોર્ટ દાવામાં વપરાતા સ્ટેમ્પ પણ વધુ ઉપયોગમાં લેવાતા હોય છે, આવા સંજોગોમાં ઝઘડિયા તાલુકામાં અરજીઓ કરવા માટેની કોર્ટ ફી ટિકિટ, કોર્ટમાં દાવામાં વપરાતા સ્ટેમ્પ,લગ્ન નોંધણી માટેની ટિકિટોની અછત વર્તાઈ રહી છે, અછત વર્તાવા પાછળનું કારણ એ છે કે ઝઘડિયા તાલુકામાં લાયસન્સ ધારી સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુઅલ ની કામગીરી અટકી પડી છે, સામાન્ય રીતે ૩૧ માર્ચે પૂરા થતા વેન્ડર લાયસન્સ એપ્રિલ માસમાં રીન્યુ થઈ જતા હોય છે, પરંતુ છેલ્લા બે માસ જેટલા સમયથી આ સ્ટેમ વેન્ડરોના લાયસન્સ રીન્યુ થયા નથી, અત્રે ઉલ્લેખનીય એ બાબતે છે કે સ્ટેમ્પ વેન્ડરો દ્વારા જેટલા જલ્દી તેમને માંગેલા ડોક્યુમેન્ટ નાયબ કલેકટર ની કચેરીમાં જમા કરાવે તેટલી જલ્દી કામગીરી થાય તેમ છે, છેલ્લા કેટલા સમયથી નાગરિકોએ પોતાની અરજીઓ લગાવવા માટેની ટિકિટો તથા દાવા ના કામમાં વપરાતા સ્ટેમ્પ માટે ભરૂચ અંકલેશ્વર સુધી દોડવું પડે છે, સ્ટેમ્પ વેન્ડરો નાયબ કલેકટર કચેરીના સંકલનમાં રહી માંગ્યા મુજબ ના ડોક્યુમેન્ટ જમા કરાવી ઝડપથી પોતાના લાયસન્સ રીન્યુ કરાવે તો નાગરિકોને પડતી હાલાકીનુ નિવારણ આવી શકે તેમ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is