best news portal development company in india

આમોદની પ્રાથમિક મિશ્ર શાળા ૧ ના બાળકો માટે સમર કેમ્પ યોજાતા આનંદ કિલ્લોલ સાથે વિવિધ રમતોમાં ભાગ લઈ મઝા માણી

SHARE:

આમોદ,

આમોદની પ્રાથમિક મિશ્ર શાળા ૧ માં ૧૩ અને ૧૪ મે બે દિવસ માટે જિલ્લા પ્રાથમિક  શિક્ષણ અધિકારી અને બી.આર.સી આમોદના માર્ગદર્શન મુજબ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.ઉનાળુ વેકેશનની રજાઓમાં બાળકો મોજ મસ્તી હરવા ફરવામાં વ્યસ્ત હોવા છતાં શાળા પરિવાર ખુબ મહેનતથી મોટા ભાગના બાળકો બંને દિવસ હાજર રહ્યા હતા.વેકેશનની મઝા માણવા આવેલ તમામ બાળકોને શાળાના નાયબ પ્રિન્સિપાલ ઝાકીર પટેલે આવકાર્યા હતા.ત્યાર બાદ જુદી જુદી દેશી અને નવી રમતો રમવા શાળા બહાર આમોદ નગરની બહાર પ્રકૃતિના ખોળે કાકુજી ફાર્મ ખાતે લઈ જવામાં આવ્યા હતા.ત્યાં લીલા હરિયાળામાં મેદાનમાં બાળકોને જુદી જુદી રમતો શાળા પરિવાર તરફથી રમાડવામાં આવી હતી.બાળકોએ આનંદ કિલ્લોલ સાથે વિવિધ રમતો રમી મઝા માણી હતી.રમત ગમત બાદ તમામ બાળકોને સમૂહ ભોજન કરાવ્યા પછી રજા આપવામાં આવી હતી.સમર કેમ્પના બીજા દિવસે બાળકો હોંશે હોંશે ઈન્ડોર રમતો રમ્યા હતા.ત્યાર બાદ તમામ સ્ટાફ અને બાળકોએ હાથમાં ગ્લોઝ તેમજ મોઢા ઉપર માસ્ક પહેરી શાળામાં અને આજુ બાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવી સફાઈ કરી હતી.શાળા તરફની ચાલી રહેલા સમર કેમ્પની જિલ્લા શિક્ષણ વિભાગના મદદનીશ પ્રાથમિક કોર્ડીનેટર મહેશ અને આમોદ તાલુકા BRC આશીફ મુલાકાત લઈ બાળકો પ્રવૃત્તિઓ જોઈ શાળા કામગીરીની સરાહના કરી હતી અને શાળા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!