(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના વણખુંટા-પાડાથી કોયલાપાડા અને ઝઘડીયા તાલુકાના કોયલાપાડાથી વલી ગામના રસ્તાના નિર્માણની સ્થાનિક રહીશો વર્ષોથી માંગ કરી રહ્યા હતા.ડુંગરાળ-પથ્થાર વિસ્તાર હોવાથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને ૨ વખત ડુંગરનું કટીંગ કરાવીને સમાંતર બનાવ્યું હતું.ત્યાર બાદ રસ્તાના નિર્માણની કામગીરી શરૂ કરાઈ હતી.ઝઘડીયા-નેત્રંગ તાલુકાના કોયલાપાડાથી ધારાસભ્ય રિતેશ વસાવાના વલી ગામને જોડતો રસ્તો છે.બંને રસ્તાની નિર્માણની કામગીરીમાં માર્ગ-મકાન વિભાગના અધીકારી-કોન્ટ્રાક્ટની મિલીભગતના કારણે હલકીકક્ષાના માલ – સામાનનો ઉપયોગ કરાઈ રહ્યો હતો.સ્થાનિક રહીશો ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાને રજુઆત કરતાં ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રાયસીંગ વસાવા સાથે રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.કોન્ટ્રાક્ટ મેટલને પાથરી અને તદ્દન હલકીકક્ષાની કામગીરી કરતા હોવાનું બહાર આવ્યું હતું.સાંસદ રોષે ભરાતા માર્ગ – મકાન વિભાગના અધીકારીઓ બોલાવી રસ્તાની કામગીરીમાં હલકીકક્ષાના માલસામાનનો ઉપયોગ થઈ રહ્યો છે તેના પુરાવા આપ્યા હતા.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ માર્ગ – મકાન વિભાગના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાકટરને ઉઘડો લેતા જણાવ્યું હતું કે,ભરૂચ – નર્મદા જીલ્લામાં તમામ રસ્તાની કામગીરીમાં સારા માલ-સામાન અને ગુણવક્તાયુક્ત રસ્તાની કામગીરી થવી જોઈએ.રસ્તાના કામગીરી કામગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો છતાં અધીકારીઓ કોન્ટ્રાક્ટરનો બચાવ કરે તેવું જણાવ્યું હતું.
તો માર્ગ બનાવતા કોન્ટ્રાકટર ધર્મેશેભાઈએ જણાવ્યું હતું કે વલીથી કોયલાપાડા રસ્તાની કામગીરી ચાલુ છે. એમાં અમુક ભૂલો થઈ છે જે સાહેબે સૂચના આપી છે અને બતાવ્યું છે તે બરાબર કરી આપીશું.આ રોડ પર ટ્રાફિક રહેતો હોય જેથી આ પ્રશ્નો આવ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is