best news portal development company in india

ઝઘડિયાના સારસા ગ્રામ પંચાયતના તલાટી વીસી ગ્રામ સેવક સાથે નશેબાજોએ ગાળા ગાળી કરી માર માર્યો

SHARE:

– તલાટી લક્ષ્મણભાઈ પાડવી સાથે ગાળા ગાળી કરી માર માર્યો તથા મહિલા તલાટી અંકિતાબેન સાથે ગાળા ગારી કરી ધક્કા મૂકી કરી, વીસી હરેન્દ્રસિંહ, ગ્રામ સેવક અંકિતને ગાળાગાળી કરી ધમકી આપી

– નશામાં આવેલા ઈસમે ત્રણ વર્ષ સુધી તમારું કામ થતું નથી અરજીઓ પેન્ડિંગ છે અમને કોઈ લાભ મળતો નથી તેવો આક્ષેપ કરી હુમલો કર્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ઝઘડિયા તાલુકાના સારસા ગામ ખાતે મહિલા તલાટી અંકિતાબેન તથા અન્ય તલાટી લક્ષ્મણભાઈ પાડવી, વીસી તરીકે હરેન્દ્રભાઈ ફરજ બજાવે છે,તથા સારસા ગ્રામ પંચાયતના ગ્રામ સેવક તરીકે અંકિતભાઈ પટેલ ફરજ બજાવે છે,આજરોજ બપોરના લંચ સમય બાદ જ્યારે તલાટી કમ મંત્રી લક્ષ્મણભાઈ પાડવી સારસા ગ્રામ પંચાયતની ઓફિસમાં હતા.ત્યારે સારસા ગામનો આકાશ વસાવા નામનો યુવક નશાની હાલતમાં પંચાયત ઓફિસમાં ધસી આવી લક્ષ્મણભાઈ સાથે ગાળા ગાળી કરી તેમને ત્રણ લાફા માર્યા હતા.જેથી લક્ષ્મણભાઈએ તેમને જણાવ્યું હતું કે તમે બહાર નીકળો હું પોલીસને બોલાવું છું, પોલીસ સામે તમારે જે કહેવું હોય તે કહેજો, તેમ કરી ઝઘડો કરતો હતો, વીસી હરેન્દ્રસિંહની પણ ફેટ પકડી ધમકી આપી હતી.ત્યાર બાદ સારસા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અંકિતાબેન પણ ત્યાં આવતા ગ્રામ પંચાયત કચેરીની બહાર બે અન્ય ઈસમો નશાની હાલતમાં ઊભા હતા અને એ ત્રણે જણે પણ અંકિતાબેન ને જણાવ્યું હતું કે તમારા તલાટી લક્ષ્મણભાઈને તો અમે મારી નાખીશું તેમ કહી અંકિતાબેનને પણ ગાળાગાળી કરી તેમની સાથે ધક્કા મૂકી કરવાનો પ્રયાસ કર્યો હતો, લક્ષ્મણભાઈ તેમને મગજમારી કેમ કરે છે તેમ કહેતા આકાશે જણાવ્યું હતું કે અમારી ત્રણ વર્ષથી અરજીઓ પેન્ડિંગ છે કામ થતા નથી અને અમને કોઈ લાભ મળતો નથી તેવો આક્ષેપ કર્યો હતો.ઘટના સંદર્ભે લક્ષ્મણભાઈ પાડવી એ આકાશ વસાવા તથા અન્ય બે ઈસમો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!