– રસ્તાના નિર્માણની મંજુરી મળી પરંતુ કામગીરી થતી નથી : ગ્રામજનો અને વાહન ચાલકોમાં આક્રોશ
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામથી બલડેવા – આટખોલ ગામને જોડતા રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે.રસ્તાના નવીનીકરણની માંગ સાથે બલડેવા-આટખોલ ગ્રામજનોએ ચુંટણીનો બહિષ્કારની ચિમકી ઉચ્ચારતા જવાબદાર નેતાઓએ ચુંટણી પૂર્ણ થતાંની સાથે રસ્તાના નવીનીકરણની કામગીરી કરાશે તેવી બાંહધરી આપ હતી.પરંતુ આજદિન સુધી રસ્તાની કામગીરી નહીં થતાં ગ્રામજનો અને વાહન ચાલકોમાં આક્રોશ ભભુકી ઉઠ્યો છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયાથી બલડેવા-આટખોલ ગામને રસ્તા ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે.વાહનચાલકોની મામુલી ગફલતથી હાડકા ભાંગવાનો વારો આવ્યો છે.ધુળની ઉડતી ડમરીથી રહીશો બેહાલ બન્યા છે.આવનાર ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના કારણે રસ્તાની હાલત વધુ બિસ્માર બનશે.તેવા સંજોગમાં વાહનચાલકોની હાલત બદ્દતર બની જશે.
ઉલ્લેખનીય છે કે આ રસ્તાના નવીનીકરણ કામગીરી ટેન્ડર પ્રક્રિયામાં છે.વર્ક ઓર્ડર ઈશ્યુ થતાની સાથે જ નવીનીકરણની કામગીરી કરવામાં આવશે તેવું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is