ગુજરાતના મોટાભાગના લોકો ઉનાળામાં પ્રવાસન સ્થળ તરીકે પહેલી પસંદ દીવની કરે છે. એવામાં હવે અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર છે. ઉડાન યોજના હેઠળ શુક્રવાર (16 મે)થી અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ શરૂ કરવામાં છે. જેનું ભાડું 1499 રૂપિયાના ખાસ પ્રમોશનલ ભાડાની પણ ઓફર કરવામાં આવી છે. જે એક કલાકમાં અમદાવાદથી દીવ પહોંચાડી દેશે.
પ્રાદેશિક ઉડ્ડયન સેવાને મજબૂત કરવા સાથે દીવના સ્ટારના ડેસ્ટિનેશનમાં 25મું સ્થાન બન્યું છે. આ સિવાય દીવમાં NRI લોકો વધુ હોવાના કારણે ગોવામાં વારંવાર પાસપોર્ટના કામ માટે જવાનું હોવાથી આ સેવાથી સુવિધા મળશે. આ ફ્લાઇટ અમદાવાદથી સવારે 9:50 વાગ્યે ઉપડશે અને 10:50 વાગ્યે દીવમાં લેન્ડ થશે. દીવથી પરત ફરતી વખતે ફ્લાઇટ સવારે 11:20 વાગ્યે ઉપડશે અને બપોરે 12:20 વાગ્યે અમદાવાદ પહોંચશે.
UDAN યોજના હેઠળ શરૂ કરાઈ સુવિધા
આ સર્વિસ માટે સ્ટાર એરના 50-સીટવાળા એમ્બ્રેર ERJ-145 વિમાનનો ઉપયોગ કરવામાં આવશે. નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ‘ઉડે દેશ કા આમ નાગરિક (UDAN)’ યોજના હેઠળ આ નવા રૂટની શરૂ કરવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is