best news portal development company in india

નડિયાદની મહિલા સાથે વિઝાના બહાને રૂા. 30.26 લાખની ઠગાઈ

SHARE:

નડિયાદ : નડિયાદની મહિલાને લંડનના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહી ત્રિપુટીએ રૂા. ૩૦.૨૬ લાખ પડાવ્યા હતા. બાદમાં વિરસદના બે અને લંડનના એક શખ્સે વિઝા કે રૂપિયા પરત ન આપી વિશ્વાસઘાત- છેતરપિંડી આચરી હતી. આ બનાવ અંગે મહિલાની ફરિયાદના આધારે નડિયાદ પશ્ચિમ પોલીસે ત્રિપુટી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

નડિયાદ શહેરમાં સરદાર નગર સોસાયટીની બાજુમાં પટેલ પાર્કમાં નિાબેન ધામક ભાઈ પટેલ રહે છે. તેઓ પતિ પત્ની ઈસ્ટ આફ્રિકા ખાતે વર્ક પરમિટ વિઝા ઉપર રહેતા હતા. દરમિયાન નિાબેનના પતિના મિત્ર જીગર ધોબીએ તેમનો ભાઈ કૈશલ ધોબી (રહે.વિરસદ, તા.બોરસદ, જિ.આણંદ) લંડનના વર્ક પરમિટ વિઝાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. નિાબેન જાન્યુઆરી ૨૦૨૪માં ભારત આવ્યા હતા. ત્યારે તેમણે કૈશલ ધોબી સાથે વાત કરી હતી. ત્યાર બાદ કૈશલ ધોબી અને તેનો મિત્ર ચિન્મય અશોક પટેલ (રહે?.વીરસદ, તા.બોરસદ, જિ.આણંદ) બંને નિાબેનના ઘરે આવ્યા હતા અને લંડનના વર્ક પરમિટ વિઝા અપાવવા માટે રૂ.૨૫ લાખ થશે તેમ બંનેએ મહિલાને જણાવ્યું હતું. આ બાબતે જરૂરી દસ્તાવેજોની પીડીએફ વોટ્સએપ પર આપી હતી. ત્યારબાદ નિાબેને સગા સંબંધીઓ મારફતે અલગ અલગ તારીખ દરમિયાન કુલ રૂ.૩૦,૨૬,૦૦૦ લંડનના વર્ક પરમીટ વિઝા માટે આપ્યા હતા. બાદમાં ચિન્મયે મહિલાને કોલ લેટર વોટ્સએપ કર્યો હતો. આ કોલ લેટર લઈ મહિલા અમદાવાદ વિઝા સેન્ટર ખાતે ગઈ હતી ત્યારે ચિન્મયે મોકલેલ જોબનો કોલ ઓફર લેટર ખોટો હોવાનું સામે આવ્યું હતું. નિાબેને ચિન્મયને આ બાબતની જાણ કરતા તેણે લંડનમાં રહેતા મુખ્ય એજન્ટ પાર્થ પટેલ સાથે વાતચીત કરવા જણાવ્યું હતું. વર્ક પરમીટ વિઝાનું કામ ન કરી ત્રિપૂટીએ રૂા. ૩૦.૨૬ લાખ પરત ના કરી મહિલા સાથે વિશ્વાસઘાત- છેતરપિંડી કરી હતી. આ બનાવ અંગે નિાબેન ધામકભાઈ પટેલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં ચિન્મય અશોક પટેલ, કૈશલ ધોબી (બંને રહે. વિરસદ, તા.બોરસદ, જિ.આણંદ) અને પાર્થ ત્રીવેદી (રહે. લંડન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!