આમોદ,
આમોદ તાલુકાના માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભરૂચ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા અને એસ.એસ.જી.બ્લડ બેન્કના સહયોગથી માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.રઘુવિરસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ભારત અને પાકિસ્તાન સાથે ચાલતી યુદ્ધ જેવી આકસ્મિક પરિસ્થિતિ સમયે જરૂરિયાતમંદને બ્લડ પૂરું પાડી શકાય તેવા શુભ આશયથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.કંચનકુમાર, માતરના સરપંચ ઈરફાનભાઈ,માતર ગામ સામાજીક કાર્યકર સકીલ પટેલ સહિત આસપાસના ગામના આગેવાનો તથા તાલુકા અને જીલ્લાકક્ષાના પંચાયતના હોદ્દેદારો અને લોક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૭૪ જેટલા વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન થયુ હતું.જેમાંથી ૭ વ્યક્તિ રિજેક્ટ થતા કુલ ૬૫ રક્તદાતાઓએ રક્તદાન કરી દેશદાઝની ભાવના વ્યક્ત કરી ધન્યતા અનુભવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is