– લીધેલ સાત લાખ રૂપિયા પાછા ના આપવા પડે તેથી પૈસા આપનાર દંપતિને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હોવાનું બહાર આવ્યું
ભરૂચ,
અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસે ગત તા.૨૨ મી માર્ચના રોજ એક દંપતિને નર્મદા કિનારે ગોલ્ડન બ્રીજ નજીક માર મારી મારી નાંખવાની કોશિશ કરવાના ગુના હેઠળ પાંચ ઈસમોને ઝડપી લીધા હતા.
મળતી વિગતો અનુસાર મુળ અમરેલી જીલ્લાના અને હાલ ગીર સોમનાથના હદમડિયા ગામના રહીશ રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભણીયાએ બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ નામના ઈસમ પાસેથી સાત લાખ જેટલા રૂપિયા લીધા હતા.આ રૂપિયા પાછા ના આપવા પડે તે માટે તેણે રાજદીપભાઈને નર્મદા ગોલ્ડન બ્રીજ પાસે બોલાવેલ,રાજદીપ તેની થનાર પત્ની સાથે ગોલ્ડન બ્રીજ પાસે જતા રાજાભાઈએ કહેલ કે આપણે સાહેબને મળવા જવાનું છે તેથી તારી પત્નીને અહિં બેસાડ.તેમ કહિને ગોલ્ડન બ્રીજ નીચે લઈ ગયેલ.આ દરમ્યાન આ કામના આરોપીઓ પૈકી એક શીખ જેવા દેખાતા આરોપીએ રાજદીપનું ગળુ પકડી લીધેલ,અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ઢિકાપાટુનો માર માર્યો હતો.વધારે સમય વિતવા છતાં પતિ પરત ના આવતા પત્ની શોધતા શોધતા ત્યાં આવી જતા આ લોકોએ પતિપત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખીને તેમને મારી નાંખવાની કોશિશ કરી હતી.આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવીઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ,તેના અનુસંધાને અંકલેશ્વર શહેર બી ડિવીઝન પીઆઈ વી.યુ.ગડરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને ટીમ દ્વારા તપાસ કરીને આ ગુનાના મુખ્ય આરોપી રાજાભાઈ બાંભણીયાને ઝડપી લઈને તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે લીધેલ પૈસા પાછા ના આપવા પડે તે માટે ફરિયાદી અને તેની પત્નીને નર્મદા કિનારે બોલાવીને તેમને માર મારવા અન્ય સાગરીતોને બોલાવ્યા હતા.પોલીસે આ ગુના હેઠળ મુખ્ય આરોપી સહિત પાંચ આરોપીઓ (૧) રાજાભાઈ ઉર્ફે રાજુ બાબુભાઈ બાંભણીયા હાલ રહે. હદમડીયા જી.ગીર સોમનાથ મુળ ૨હે.ચિત્રાસર જી.અમરેલી (૨) અભિષેક ઉર્ફે વિશાલ ધનશ્યામપુરી ગોસ્વામી હાલ ૨હે.પુજેરા જી.ખેડા મુળ રહે-કોસિયલ જી.ખેડા (૩) રાજેશભાઈ ઉર્ફે લંબુ કિ૨ણભાઈ પટેલ રહે. ભડકોદરા તા.અંકલેશ્વર જી.ભરૂચ, (૪) સુજલભાઈ ઉર્ફે કાલુ વિનોદભાઈ વસાવા રહે.ભડકોદરા ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ અને (૫) જવિન્દરસિંઘ ઉર્ફે જસ્સી નવિન્દરસિંઘ દિગપાલ હાંસોટ રોડ અંકલેશ્વરનાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is