– તરસાલી ગામે અશરફ નગરમાં તાજુદ્દીન મલેકના ઘરે કરાતી હતી ગૌહત્યા
– રાજપારડી પોલીસે બાતમીના આધારે દરોડો કરી અબ્દુલ મીર્ઝા ને પકડી પાડ્યો : એક ગૌ વંશની કરાવી મુક્તિ
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે અવારનવાર ગૌવંશના વેચાણ તથા તેનું કત્લ કરી તેના માંસના વેચાણની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે, આવી જે ઘટના ફરી નવી તરસાલી ગામે બની હતી જે બાતમીના આધારે રાજપારડી પોલીસે ઝડપી પાડી છે.
રાજપારડી પોલીસને મદદનીશ પોલીસ અધિક્ષક ના માર્ગદર્શન હેઠળ રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી તથા પ્રવૃત્તિ અટકાવવા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી એમને જરૂરી સૂચનાઓ આપી હતી.તેના અનુસંધાનમાં રાજપારડી પોલીસને બાતમી મળી હતી કે નવી તરસાલી ગામે હાસીમ ચોકમાં રહેતા તાજુદ્દીન અબ્દુલ મલેક રહેણાંક મકાનમાં ગૌવંશનું કટીંગ કરી માંસ વેચાણ કરે છે,બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરતા તાજુદ્દીન અબ્દુલ મલેક રહે.નવી તરસાલી, મુબારક, મુહમ્મદીબેન અબ્દુલ મલેક નાઓ ત્યાંથી ભાગી ગયા હતા તથા આરોપી અબ્દુલ હક ઇદ્રીશ મિર્ઝા રહે.નવી તરસાલી જગ્યા ઉપર પકડાઈ ગયેલો હતો.આ જગ્યા તાજુદ્દીન અબ્દુલ મલેક રહે નવી તરસાલી ના મકાનમાંથી ગેરકાયદેસર રીતે કરી ગૌવંશનુ માંસ વેચાણ અર્થે ખુલ્લુ તથા ફ્રીઝ ની અંદર સંગ્રહ કરેલ હતો પોલીસે ૪૦ કિલો વંશનો માસ, કતલ કરવા માટે બાંધેલો એક વાછરડો, ત્રણ મોબાઈલ, બે મોટરસાયકલ મળી રૂ.૧,૨૯,૮૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.રાજપારડી પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમની કલમ મુજબનો ગુનો દાખલ કરી (૧) અબ્દુલ હક ઈદ્રીશ મિર્ઝા રહે.મોઈની નગર નવી તરસાલી તા.ઝઘડિયા (૨) તાજુદ્દીન અબ્દુલ મલિક રહે.અશરફનગર નવી તરસાલી (૩) મુબારક હુસેન સિરાજ મિર્ઝા રહે.નવી તરસાલી (૪) મુહમ્મદીબેન અબ્દુલ મલેક રહે.અશરફનગર નવી તરસાલીના વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is