best news portal development company in india

નર્મદાના નકલી ઈન્કમ સર્ટી કૌભાંડમાં વધુ એક પોલીસ ફરિયાદ થઈ

SHARE:

– તલાટી કમ મંત્રી – માંગરોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ ફરિયાદ નોંધાવી

– ચીત્રાવાડી ગ્રામ પંચાયતના ખોટા આવકના દાખલા બનાવી  ખોટી સહીઓ કરી ચીત્રાવાડી ગ્રામ પંચાયતના ખોટા સીક્કા (સીલ) બનાવી આવકના દાખલામા તેનો ઉપયોગ કરાયાની ફરિયાદ

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદાના નકલી ઈન્કમ સર્ટી કૌભાંડમાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં તલાટી કમ મંત્રી

– માંગરોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીએ પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.

રાજપીપલા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદની વિગત જોઈએ તો ફરિયાદી જગતસિંહ સુજાજી રાજપુત ઉ.વ.૨૯ ધંધો.નોકરી) તલાટી કમ મંત્રી-માંગરોલ ગ્રામ પંચાયત (હાલ રહે.ભટ્ટ શેરી, નવાપરા,લાલ ટાવર પાસે, રાજપીપલા તા.નાંદોદ જી.નર્મદા મુળ રહે.વજેગઢ તા.લાખણી જી.બનાસકાંઠાએ રાજપીપલા પોલીસ મથકે કુલ ૫ આરોપીઓ (૧) મિતેશકુમાર હસમુખભાઈ પટેલ રહે.ચીત્રાવાડી તા.નાંદોદ જી.નર્મદા હાલ રહે.રાજપીપલા (૨) સંદિપભાઈ પ્રવિણભાઈ બારીયા રહે.ચીત્રાવાડી, શ્રીજી સોસાયટી તા.નાંદોદ જી.નર્મદા (૩) કૃણાલકુમાર મુકેશભાઈ માછી (૪) રણજીતભાઈ હીરાભાઈ માછી બન્ને રહે.ચીત્રાવાડી તા.નાંદોદ જી.નર્મદા જે બન્નેનુ ખરૂ

સરનામુ જણાયેલ નથી (૫) દર્પણભાઈ ઉર્ફે દિલિપભાઈ ચન્દ્રકાંત પટેલ રહે.ભચરવાડા તા.નાંદોદ જી.નર્મદા સામે રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપીઓએ  એકબીજાની મદદગારી કરી ચીત્રાવાડી ગ્રામ

પંચાયતના ખોટા આવકના દાખલા બનાવી તેમા તલાટી કમ મંત્રી તરીકેની ખોટી સહીઓ કરી ચીત્રાવાડી ગ્રામ પંચાયતના ખોટા સીક્કા (સીલ) બનાવી આવકના દાખલામા તેનો ઉપયોગ કરી આવકના દાખલાઓનો રાઈટ ટુ એજ્યુકેશનનો લાભ લેવા માટે ઉપયોગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.તપાસ વી.કે.ગઢવી, પોલીસ ઈન્સ્પેક્ટર રાજપીપલા પોલીસ સ્ટેશન કરી રહ્યા છે.

મુખ્ય આરોપી દર્પણ પટેલ સહીત પાંચ આરોપીઓ સામે વધુ એક ફરિયાદ થતા તપાસ શરૂ થઈ છે.અગાઉ અન્ય ગ્રામ પંચાયતે પણ ફરિયાદ કરી હતી.જોકે મુખ્ય આરોપી દર્પણ પટેલ સહિત અન્ય આરોપી હજી પોલીસથી દૂર છે.બીજી તરફ અગાઉ આ કેસમાં ફરિયાદ થયાને ૧૫ દિવસ થયા છે.પરંતુ પોલીસને હાથે હજુ એક પણ આરોપી હાથ લાગ્યા નથી.

જોકે નર્મદા પોલીસે એસ.આઈ.ટીની રચના કરી છે.આ પ્રકરણમાં નકલી ઈન્કમ સર્ટિફિકેટ બનાવી RTE એડમિશન લેવાયુંહતું તેમજ વિધવા સહાય અન્ય સરકારી યોજનાનો ખોટો લાભ લેવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.આ અંગે સાંસદ મનસુખ વસાવાનો પણ આરોપ છે કેઆરોપીઓને કોઈ બચાવી રહ્યું છે.જોકે અત્યાર સુધી થયેલી કાર્યવાહી જોતા દર્પણ પટેલ સહિતના ૫ આરોપીના ઘરે પોલીસની તપાસ કરી પણ કઈ મળી આવ્યું નથી. મુખ્ય આરોપી દર્પણ પટેલની સસ્તા અનાજની દુકાનનો પરવાનો રદ્દ કરી અન્ય દુકાનમાં વ્યવસ્થા કરાઈ છેતો ૧૦૦થી વધુ વાલીઓને આવકના દાખલા સાથે પોલીસ મથકે બોલાવી નિવેદન લેવામાં આવ્યાં છે.તેમજ આટીઈ પોર્ટલ પર ૫૦ હજારથી ઓછી આવકના દાખલાની તપાસ કરવામાં આવી હતી.એ ઉપરાંતઆવકના દાખલાઓની તલાટીઓ પાસે ખરાઈ કરાવવામાં આવી અને શંકાસ્પદ અલગ કરાયા છે.

જિલ્લા શિક્ષણ વિભાગે આરટીઈ હેઠળના ૨૯ પ્રવેશ રદ્દ કરવા માટે આદેશ જારી કરાયો છે.આરોપીઓને ઝડપી પાડવા સીટની રચના પણ કરાઈ છે.પણ આશ્ચર્યની વાત એ છે ફરિયાદ અને તપાસ છતાં હજી સુધી એક પણ આરોપીઓ ઝડપાયા નથી.ત્યારે SIT ના અધ્યક્ષ એએસપી લોકેશ યાદવે જણાવ્યું હતું કે આ ખોટા દાખલામાં કોઈ પણ સંડોવાયેલ હશે એમને છોડવામાં આવે નહિ.જે લોકો એ દાખલા કાઢવ્યા છે અને જેમને આપ્યા છે એ ખોટા સાબિત થશે તો બન્નેને આરોપી ગણવામાં આવશે અને એમને જેલ હવાલે કરવામાં આવશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!