best news portal development company in india

આમોદ ચાર રસ્તા નજીક જંબુસરના પ્રાંત અધિકારીની જીપને ટ્રકે ટક્કર મારી : પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

SHARE:

આમોદ,
આમોદ ચાર રસ્તા ઉપર જંબુસરનાં પ્રાંત અધિકારી જંબુસરથી આમોદ તરફ઼ આવી રહ્યા હતા ત્યારે ડમ્પર સાથે પ્રાંત અધિકારીની ગાડીનો અક્સ્માત થતાં ભારે ટ્રાફીક સર્જાયો હતો.બનાવને પગલે આમોદ પોલીસ તુરંત ઘટના સ્થળે આવી ગઈ હતી અને ટ્રાફિકને હળવો કર્યોં હતો.તેમજ આમોદ મામલતદારની ગાડી પણ ઘટના સ્થળે આવી પહોચી હતી.જંબુસરના પ્રાંત અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગુલી પોતાની સરકારી બોલેરો ગાડી લઈને જંબુસરથી આમોદ તરફ આવી રહ્યા હતાં ત્યારે એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવતા અક્સ્માત સર્જાયો હતો.જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ અક્સ્માતનાં પગલે ટ્રાફીક જામ સર્જાયો હતો.આમોદનાં મુખ્ય ચાર રસ્તા ઉપર પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત થતાં લોકો અકસ્માત જોવા ઊમટી પડયા હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નેશનલ હાઇવે નં.૬૪ ભારદારી વાહનોની અવરજવરથી ચોવીસ કલાક ટ્રાફીકથી ધમધમતો રહે છે અને વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાય છે.આ ઉપરાંત આમોદ ચાર રસ્તા ઉપર આમોદથી ભરૂચ પેસેન્જરમા ફરતી ગાડીઓ અને આમોદ થી જંબુસર પેસેન્જર ગાડીઓ રોડ ઉપરથી પેસેન્જર લેતા રહે છે.તેમજ કેટલીક ખાનગી ગાડીઓ અને બાઈકો પણ આડેધડ રોડ પર પાર્કિંગ કરે છે. આમોદ ચોકડી ઉપર સતત ત્રાફિક રહેતો હોવા છતાં પોલીસ પોઇન્ટ કે કોઈ સ્થાયી ટ્રાફિક જમાદાર મુકવામાં પોલીસ તંત્ર વામણું પુરવાર થયુ છે.આમોદ ચાર રસ્તાનો ટ્રાફિક ટી.આર.બીના જવાનો ઉપર આધારિત રહે છે.લોકમુખે ચર્ચાઈ રહેલ છે કે આમોદના ટ્રાફિક જમાદાર ચોકડી ઉપર ટ્રાફિકનીની જવાબદારી નિભાવવાને બદલે પોતાના અંગત ટી.આર.બી જવાનો સાથે સમા ચોકડી તેમજ આમોદ સબ સ્ટેશન પાસે ગોઠવાયેલા રહે છે.એક પ્રાંત અધિકારીની ગાડીને અકસ્માત નડતા શુ આમોદ પોલીસ સતત ટ્રાફીક થી ધમધમતા ચાર રસ્તા ઉપર કોઈ સ્થાયી ત્રાફિક પોઈન્ટ મુકશે કે કેમ તે જોવુ રહ્યું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!