– પોલીસે દારૂ,મોપેડ અને મોબાઈલ મળી ૩૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ,
ભરૂચ એલસીબી પોલીસે નંદેલાવ તરફ એક્ટીવા મોપેડ પર લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડી ૩૭ હજાર ઉપરાંતનો મુદ્દમાલ જપ્ત કરી બે ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી એક એક્ટીવા મોપેડ પાર દારૂ લઈ નંદેલાવ તરફ એક ઈસમ જઈ રહ્યો છે.જે માહિતીના આધારે પોલીસે બે પંચો સાથે વોચ ગોઠવી હતી આ દરમ્યાન નરેશ કહારનાનો એક સફેદ કલરની એકટીવા લઈ ગોદી રોડ તરફથી આવતો હોય અને એક્ટીવાના આગળના ભાગે એક બેગ રાખેલ હોય જેથી તેને રોકી લઈ રોડની સાઈડમાં ઉભી રખાવી પંચો રૂબરૂ તેનુ નામઠામ પુછતા તેણે પોતાનુ નામ નરેશ કિશન કહાર ઉ.વ.૫૨ હાલ રહે.નવીનગરી નંદેલાવ ગામ તા.જી.ભરૂચ મુળ રહે.લોઢવાડનો ટેકરો દાંડીયા બજાર ભરૂચનાનો હોવાનું જણાવેલ અને તેની પાસેની એકટીવા મોપેડ નંબરજીજે ૩૬ ડી ૦૬૫૫ ની આગળના ભાગે એક બ્લુ કલરની ટ્રોલીબેગ હોય જે સાથેના પંચો રૂબરૂ ખોલાવી જોતા તેમાંથી વિદેશી દારૂ મળી આવતા એક્ટીવા મોપેડ તથા આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ અને તપાસ કરતાં બેગ માંથી ૧૮૦ મીલીની ૧૨૬ બોટલ મળી આવેલ જે એક બોટલની કિ.રૂ.૧૦૦ લેખે કુલ કિ.રૂ.૧૨,૬૦૦ તથા એક સફેદ કલરની એક્ટીવા મોપેડ કિ.રૂ.૨૦,૦૦૦ તેમજ વીવો કંપનીનો મોબાઈલ મળી ૩૭,૬૦૦ નો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઝડપાયેલ નરેશ કાહારની વધુ પૂછપરછ કરતા આ દારૂ યોગેશ બેલેરાવ રહે.આચારજીની ચાલ,પાંચબત્તી ભરૂચ નાઓએ આપેલ હોવાનું જણાવતા પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is