best news portal development company in india

સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સહિત વિવિધ જિલ્લાના આદિવાસી ભકતોનું વિરાટ હિન્દુ સંમેલન દેવમોગરા ખાતે યોજાશે

SHARE:

– ૩૦૦ ઉપરાંત ભગત મંડળીને ઢોલ, મંજીરા, ખંજરી, કરતાલ અને ઘૂઘરા જેવા વાજિંત્રો આપી તથા શાલ ઓઢાડી સન્માન કરાશે : ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહેશે
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ,સલવાવ યુએસએ દ્વારા તા.૨૫ મે રવિવારના રોજ નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે દક્ષિણ મધ્ય ગુજરાત તથા દાદરાનગર હવેલીના આદિવાસી સંત ભગત સંમેલનનું આયોજન કરવામાં આવે છે.
નર્મદા જિલ્લાના દેવમોગરા ગામ તીર્થધામ બન્યું છે. આ પવિત્ર સ્થળે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ યુ.એસ.એ. દ્વારા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ આચાર્ય મહારાજ શ્રી ૧૦૦૮ રાકેશપ્રસાદજી મહારાજ તથા પુરાણી સ્વામી કેશવ ચરણદાસજીના આશીર્વાદથી તેમજ અક્ષર નિવાસી શાસ્ત્રી સ્વામી હરિપ્રસાદજીની સ્મૃતિમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, વલસાડ, ડાંગ, નવસારી, સુરત, તાપી, ભરૂચ, નર્મદા અને પંચમહાલ જિલ્લાના આદિવાસી ભકતોનું વિરાટ હિન્દુ સંમેલન રાજપીપળા નજીકના તીર્થધામ દેવમોગરા ખાતે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવના પ્રમુખ પૂજય કપિલ સ્વામીજીના નેજા હેઠળ તારીખ ૨૫–૦૫–૨૦૨૫ ના રોજ સવારે ૯ કલાકે યોજાશે. આ વિશેષ કાર્યક્રમમાં ૩૦૦ ઉપરાંત ભગત મંડળીને ઢોલ, મંજીરા, ખંજરી, કરતાલ અને ઘૂઘરા જેવા વાજિંત્રો આપી તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવશે.ગુજરાતનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી,ભરૂચનાં સાંસદ મનસુખવસાવા ની  વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.
મહોત્સવનું અધ્યક્ષ સ્થાન પૂજય પૂરાણી સ્વામી કેશવ ચરણદાસજી, સલવાવ શોભાવશે તથા કાર્યક્રમનું દીપ પ્રાગટય થકી ઉથ્થાટન પૂજય નૌતમ સ્વામી તથા સંતવૃંદ તથા મહાનુભાવોના હસ્તે થશે.આ પ્રસંગે મહામંડલેશ્વર શ્રી રાજેન્દ્રગિરિજી મહારાજ (પાલનપુર), પૂજય દંડી સ્વામી નિર્મળાનંદજી (ડેડિયાપાડા), પૂજય સ્વામી વિવેકાનંદ સરસ્વતીજી (ચાણોદ), આ ઉપરાંત રાજયભરમાંથી રાજકીય મહાનુભાવો તથા મુખ્ય મહેમાન પદે નીલભાઈ રાવ (બી.જે.પી, પ્રમુખ નર્મદા), અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ, કિર્તીભાઈ ભટ્ટ અમદાવાદ, રાજેશભાઈ રાણા ધર્મ પ્રચારક દક્ષિણ પ્રાંત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 
BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!