વાગરા,
વાગરાના બજાર માંથી બપોરના સમયે સોનાની લૂંટનો બનાવ બનતા લૂંટ ચલાવનાર ઈસમની શોધમાં પોલીસે રાત દિવસ એક કરી નજીકના એક ગામ માંથી ગણતરીના કલાકોમાં જ એક ઈસમને ઝડપી પાડવામાં મોટી સફળતા હાથ લાગી હતી.ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી રૂપિયા હારી ગયો હતો અને દેવું થઈ જતા તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.
વાગરાના હૃદય સમાન વિસ્તારમાં ગત સોમવારની બપોરે એક સોનીની દુકાનમાંથી સોનાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. લૂંટને પગલે વાગરા પંથકમાં સોંપો પડી ગયો હતો. ધોળે દિવસે અને ધમધમતા બજારમાં થયેલ લૂંટને પગલે પોલીસ હરકતમાં આવી હતી. વાગરા પી.આઈ એસ.ડી ફુલતરીયા તેમની ટીમ સાથે વાગરા નગર સહિત આસપાસના વિસ્તારમાંથી સીસીટીવી ફૂટેજની એક પછી એક ચકાસણી કરવાનું ચાલુ કર્યું હતુ.પોલીસે સોનુ લૂંટી ફરાર થનાર લૂંટારું કઈ દિશામાં ભાગ્યો છે? એ તરફના કેમેરા ચકાસી ગુનેગારને ઝડપી પાડવા કમર કસી હતી.હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સને આધારે કરેલ કામગીરીને કારણે પોલીસને ગુનો ઉકેલવામાં સરળતા રહી હતી. પોલીસે આમોદ તાલુકાના રોઝા ટંકારીયા ગામના રાકેશ જશુભાઈ પ્રજાપતિ ઉ.વ ૩૦ ને શંકાના આધારે ઝડપી પાડ્યો હતો.વાગરા પોલીસે રાકેશની સઘન પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે વાગરા સોનીની દુકાનમાં લૂંટ કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. અને જણાવ્યું હતું, કે પોતે ઓનલાઈન ગેમિંગ અને સત્તાના રવાડે ચડી જતા દશ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો.જેને પગલે ગુમાવેલા પૈસા રિકવર કરવા વાગરા બજારમાં આવેલ ઓમ જવેલર્સ નામની સોનીની દુકાનને નિશાન બનાવી હતી. સોનીની દુકાન માંથી લૂંટ ચલાવી લીધેલા તમામ દાગીના જેની કિંમત ૩.૬૫ લાખ તેમજ મોટર સાયકલ અને મોબાઈલ મળી કુલ ૪.૩૫ લાખનો મુદ્દમાલ પોલીસે કબજે કરી આગળની વધુ કાર્યવાહી હાથધરી હતી.
પોલીસે રોજા ટંકારીયા ખાતેથી રાકેશ જશુભાઈ પ્રજાપતિની અટકાયત કરી હતી.પોલીસે આરોપીની યુક્તિપ્રયુક્તિથી ઉંડાણપૂર્વક પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને કેફિયત આપતા જણાવ્યું હતું, કે તે પોતે રોજા ટંકારીયા ગામનો રહેવાસી છે. અને કંપનીમાં નોકરી કરે છે.તે ઓનલાઈન ગેમિંગના રવાડે ચઢી રૂપિયા હારી ગયો હતો અને દેવું થઈ ગયું હતું. જેથી તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો.લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. અને લૂંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી આગળની વધુ તપાસ હાથધરી હતી.
વાગરા જવેલર્સની લૂંટના બનાવમાં સોનીની બેદરકારી પણ સી.સી.ટી.વીમાં સ્પષ્ટ નજરે પડી હતી.જેને લઈને લૂંટારું સોનાના દાગીના લૂંટવામાં સફળ રહ્યો હતો.આ બાબતની ગંભીરતાને લઈ જંબુસર ડી.વાય.એસ.પી એ સમસ્ત વેપારી સમાજને સતર્ક રહેવા જણાવ્યુ હતુ અને ચોકસાઈ કરી જો કોઈ શંકાસ્પદ જણાય તો પોલીસનો સંપર્ક કરવા આહવાન કર્યું હતુ.
બુકાની ધારણ કરીને દુકાનમાં પ્રવેશ કરનાર વ્યક્તિના મોઢા ઉપરથી બુકાની હટાવવાની તસ્દી કેમ ન લીધી? વધુમાં દુકાનમાં આવનાર વ્યક્તિ શંકાસ્પદ હતો જે ફુટેજમાં સ્પષ્ટ જણાય આવે છે.તેમ છતાં સોની પોતાના મોબાઈલમાંજ મગ્ન હોવાને કારણે લૂંટારું ઇસમે સહેલાઈથી આ ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યો હોવાની વાત પણ નગરમાં ચર્ચાઈ રહી છે. જોકે પોલીસની સતત મહેનત અને સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાંજ આરોપી જેલ ભેગો થયો છે. વાગરામાં બનેલ લૂંટની ઘટનાને પગલે લોકોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવયો હતો.કારણ કે લગભગ વાગરામાં આવો પ્રથમ બનાવ બન્યો હતો. કે સતત લોકોની અવરજવરથી ધમધમટા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટનાએ નગરજનો સહિત પોલીસની પણ ઊંઘ હરામ કરી હતી.જોકે આખરે ગુનો ડિટેકટ થઈ જતા પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો. જરૂરી કાર્યવાહી બાદ જંબુસર ડિવિઝનના DYSP પી.એલ ચૌધરીનાઓએ વાગરા પોલીસ મથક ખાતે પ્રેસકોન્ફોરન્સના માધ્યમથી સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is