– તિરંગાની શાન વધાવવા મોટી સંખ્યામા રાષ્ટ્રપ્રેમીઓ તિરંગા ઝંડા સાથે જોડાયા.
આમોદ,
પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં ધર્મ પૂછીને ભારતના નિર્દોષ નાગરિકો ઉપર ગોળીબાર કરી ૨૭ થી વધુ લોકોની નિર્મમ હત્યા કરી હતી.જેનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો અને પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અડ્ડાઓને ફૂંકી માર્યા હતા.જેમાં અનેક નામચીન આતંકવાદીઓનો પણ સફાયો થયો હતો.જેથી ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી દુશ્મન દેશના દાંત ખાટા કરી દીધા હતા.ત્યારે ભારતીય સેનાના પરાક્રમને ગૌરવવંતુ બનાવવા આમોદમાં બહુચરાજી મંદિરેથી શૌર્ય ગીતોનાં સથવારે આમોદ નગર સહિત તાલુકાના રાષ્ટ્રપ્રેમી જનતાની હાથમા તિરંગા સાથે વિશાળ તિરંગા યાત્રા નીકળી હતી.તિરંગા યાત્રામા ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત આમોદ નગરપાલિકાના નગરસેવકો,આમોદ તાલુકા પંચાયતના પદાધિકારીઓ,ભાજપાનાં હોદ્દેદારો,વેપારી આગેવાનો,તબીબો સહિત દરેક ધર્મના લોકો મોટી સંખ્યામા જોડાયાં હતાં.તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમીઓ ભારતીય સેનાના ઉત્સાહમાં વધારો કરતાં પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.તિરંગા ઝંડા સાથે નીકળેલી યાત્રા દરમિયાન નગરજનોએ રાષ્ટ્રપ્રેમીઓ ઉપર પુષ્પવર્ષા કરી યાત્રાનું સન્માન કર્યુ હતુ.ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરના ગૌરવને ઉજાગર કરતી તિરંગા યાત્રાએ આમોદમાં દેશભક્તિની મહેક ફેલાવી હતી.તિરંગા યાત્રા દરમિયાન ઠંડા પાણી તથા શરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.તિરંગા યાત્રામાં ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ,ભાવિક પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી હિતેશ પટેલ, મયૂરસિંહ રાજ સહિતનાં પદાધિકારીઓએ ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચઢાવી ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.સમગ્ર તિરંગા યાત્રા દરમ્યાન રાષ્ટ્રપ્રેમી યુવાનોએ ‘ભારત માતા કી જય’ તેમજ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ ના નારા લગાવ્યા હતા અને ફટાકડાની આતશબાજી કરી યાત્રાની પૂર્ણાહુતિ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is