રાજકોટ,
– શ્રી ખોડલધામ ટ્રસ્ટ સંગઠન દરેક સમાજની આવનારી પેઢીને ઉપયોગી અને માર્ગદર્શન આપનારી બની રહેશે તેમ હું જોઈ રહ્યો છુ
– નિવૃત્ત પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ અને હાલ ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન અંબાલાલ આર.પટેલ દ્વારા ૨૧ મે ના રોજ પરિવાર સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના મુખ્ય કાર્યાલય,શ્રી સરદાર પટેલ ભવન અને કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી.તેઓએ રાજકોટ સ્થિત મુખ્ય કાર્યાલયે થતી શૈક્ષણિક અને સમાજિક પ્રવૃત્તિઓ નિહાળી હતી અને આ પ્રવૃત્તિઓને બિરદાવી હતી.ત્યાર બાદ અંબાલાલ આર.પટેલ શ્રી ખોડલધામ મંદિરે માં ખોડલના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા અને ધન્યતા અનુભવી હતી.તેઓએ સમગ્ર મંદિર પરિસરની મુલાકાત કરી હતી.આ તકે ટ્રસ્ટીઓ અને શ્રી ખોડલધામ લીગલ સમિતિ દ્વારા તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન અંબાલાલ આર.પટેલે જણાવ્યું હતું કે ઘણા સમયથી માં ખોડલના દર્શન કરવાની ઈચ્છા હતી જે આજે પૂર્ણ થઈ છે.ટ્રસ્ટ દ્વારા મારું સ્વાગત કરાયું તે બદલ આભાર વ્યક્ત કરું છું.મંદિર પરિસર અતિસુંદર બનાવ્યું છે.સુંદરતા અને સ્વચ્છતા અતિ ઉત્તમ છે. સંસ્થા દ્વારા પ્રવૃત્તિઓ પણ અતિ ઉત્તમ કરવામાં આવી રહી છે અને આ સંસ્થા,આ સંગઠન આવનારી દરેક સમાજની પેઢીને ઉપયોગી અને માર્ગદર્શન આપનારી બની રહેશે તેમ હું જોઈ રહ્યો છુ.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is