best news portal development company in india

ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ

SHARE:

– કેવડિયા આવેદનપત્ર આપવા મુદ્દે પોલીસ અને ચૈતર  વસાવા વચ્ચે થઈ રકઝક છેવટે ચાર આગેવાનો સાથે મિટિંગ માં ચર્ચા બાદ વળતર ની ખાત્રી અપાતા મામલો થાળે પડ્યો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

એકતાનગર ખાતે આયોજિત સૂચિત રેલી અને આવેદન નાં કાર્યક્રમને તંત્રએ ગેરકાયદેસર જણાવી હોઈ ધારાસભ્ય ચૈતર વસાવાને આવેદનપત્ર આપવા જતા પોલીસે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું.આજે સવારે આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો ડેડીયાપાડાથી જંગલના રસ્તે કેવડિયા તરફ આવવા નીકળ્યા હતા.પરંતુ ૫ કિમિ પગપાળા ચાલી પોતાના સમર્થકો સાથે ઝરવાણી ગામે પહોંચ્યા હતા.ત્યાં ઝરવાણી ખાતે પોલીસે અટકાવ્યા હતા. ત્યારે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા ધારાસભ્ય અને સમર્થકોને રોકતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું..તુતુ..મૈ મૈ..નાં દ્રશ્યો પણ સર્જાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની સામે ડીમોલેશન ગત અઠવાડિયામાં કરવામાં આવ્યું હતું.જે સંદર્ભે આજે વિવિધ સમાજના લોકોએ વિરોધ અને રેલી એકતા નગર ખાતે રાખવામાં આવી હતી.

આ રેલીને નિષ્ફળ બનવવા માટે પોલીસ એ ચુસ્ત બંદોબસ્ત મૂકી દીધો હતો.જેમાં નર્મદા ડીવાયએસપી એલસીબી અને પોલીસ સતત ધારાસભ્યની સાથે રહ્યા હતા.ત્યારે આગળ જતા અટકાવતા કેવડિયા આવેદનપત્ર આપવા મુદ્દે પોલીસ અને ચૈતર  વસાવા વચ્ચે થઈ રકઝક થઈ હતી.એસીપી લોકેશ યાદવ ડીવાયએસપી સંજય શર્મા એલસીબી પીઆઈ સહિત પોલીસ કાફલો ચેતર વસાવાના કાફલા સાથે પહોંચ્યા હતા.

આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કેવડીયા કોલોની ખાતે બાપદાદાના સમયથી રહેતા આદિવાસી લોકોના ઘરો અને લારીગલ્લા પર ઉદ્યોગપતિઓના કહેવાથી સરકારે બુલ્ડોઝર ચલાવ્યું, તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સ્થાનિકોને સાથે રાખીને કેવડિયા ખાતે કેવડીયા સ્વર્ણિમ સંકુલ સીઈઓને મળ્યા હતા. અને આવેદનપત્ર આપ્યું અને વિસ્તારપૂર્વક ચર્ચા કરી અને ત્યાર બાદ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જે પણ ગેરકાયદેસર ડિમોલેશન થયું છે તેના વિરોધમાં આજે તમામ આદિવાસી સમાજના લોકોને એકઠા થવાનું આહવાહન હતું. આ દરમિયાન ઘણા લોકોને ડીટેઇન કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને નજરકેદ પણ કરવામાં આવ્યા છે.આજે ઘણા લોકોના ઘરબાર તોડી નાખવામાં આવ્યા અને તેમને બેઘર બનાવી દેવામાં આવ્યા તો આજે અમે તમામ લોકો રજુઆત કરવા નીકળ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ફક્ત ચાર આગેવાનોને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ અમે સીઈઓને મળ્યા આ દરમિયાન ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષકની હાજરીમાં મીટીંગ થઈ.આ મીટીંગ ૩૦ મિનિટ ચાલી હતી.આ દરમ્યાન અમે એક એક મુદ્દા વિશે ગંભીરતાપૂર્વક ચર્ચા કરી.ત્યાર બાદ તેમણે અમને આશ્વાસન આપ્યું કે જે લોકોના ઘરો તૂટ્યા છે અને જેમની પાસે પૂરતા પુરાવા હશે તે લોકોને છ થી સાત દિવસમાં જે પણ પેકેજો હશે તે પ્રમાણે વળતર આપવામાં આવશે. એમનું કહેવાનું એવું હતું કે તે જમીને ૧૯૭૦ માં સંપાદન થયેલી જમીન છે અને તેના પુરાવા તેમની પાસે છે. તેના જવાબમાં અમે કહ્યું કે તેમની પાસે જે પણ પુરાવા હોય તો તેઓ અમને સોંપે, ત્યારબાદ તેમણે છ થી સાત દિવસ બાદ પુરાવાઓ અને વળતર આપવાનું આશ્વાસન આપ્યું. અમે રાહ જોઈએ છીએ જો જરૂર પડી તો આવનારા દિવસોમાં ફરીથી મોટા કાર્યક્રમો કરીશું અને અમારી જે લડત છે તે સડકથી લઈને સદન સુધી ચાલતી રહેશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!