ભરૂચ LCBએ વડગામથી ઝડપી લાવી : ગુજરાત – રાજસ્થાનમાં ઘરફોડ ચોરીના ગુનાન ૧૨ જેટલા કેસો
ભરૂચ,
ભરૂચ એલસીબી ની ટીમે વર્ષ ૨૦૦૪ થી ફરાર સીકલીગર ગેંગના આરોપીને વડગામથી ઝડપી પાડ્યો છે.૪૫ વર્ષીય આરોપી રોશનસિંહ ઉર્ફે અવતારસિંહ જીતસિંહ સીકલીગર વડગામના ગોપીપુરા સોસાયટીમાં રહે છે.
ભરૂચ એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી.એલસીબી પોલીસ ઈન્સપેક્ટર એમપી વાળા અને પીએસઆઈ ડી એ તુવરની ટીમે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પકડ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રૂ. ૫ હજારનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. પૂછપરછમાં આરોપીએ ભરૂચના ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરી છે.આરોપીને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આરોપી વિરુદ્ધ રાજસ્થાનના ડુંગરપુર, ભાવનગરના નિલમબાગ, મહેસાણાના વડનગર, અમદાવાદના કૃષ્ણનગર, પાટણના સિદ્ધપુર, શહેર બી ડિવિઝન અને વાગડોદ તેમજ બનાસકાંઠાના પાલનપુર તાલુકો અને વડગામમાં પણ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપી વધુ ગુનાઓમાં સંડોવાયેલો હોવાની આશંકા વ્યક્ત કરી છે અને તપાસ ચાલુ છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is