best news portal development company in india

ભરૂચમાં ૨૮ મે સુધી યલો એલર્ટ : ભારે પવન અને વિજળીના ચમકારા સાથે મોડી રાત્રીએ વરસાદ

SHARE:

– ઠેર ઠેર વૃક્ષો ધરાશય થયા તો વિજળી પણ ગુલ થયા લોકો બફારામાં બફાયા હતા

– વૈશાખમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વાળો

ભરૂચ,

અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાવાના કારણે હવામાન વિભાગ દ્વારા ૨૮ મે સુધી આગાહી કરવામાં આવી છે.ત્યારે ભરૂચ જીલ્લાને યલો એલર્ટ જાહેર કરાતા વહીવટી તંત્ર સતર્ક રહેવા સાથે લોકોને અપીલ કરી હતી.આ ઉપરાંત ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ  અધિકારીઓને ખડેપગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાવાના કારણે હવામાન વિભાગ દ્વારા ૨૮ મે સુધી આગાહી કરવામાં આવતા ભરૂચમાં મોડી રાત્રીએ અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયા બાદ વિજળીના ચમકારા સાથે વરસાદ ખાબક્યો હતો.ભારે વરસાદના કારણે ઠેર ઠેર વૃક્ષો, હોર્ડિંગ્સ,વીજપોલ ધરાશય થવાના બનાવો બન્યા હતા.વરસાદની આગાહીના પગલે ભરૂચનું વહીવટી તંત્ર સતર્ક બન્યું હતું.ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં તમામ વિભાગ  અધિકારીઓને ખડેપગે તૈનાત રહેવા આદેશ આપી દેવામાં આવ્યા છે.

ભરૂચના એડિશનલ કલેક્ટર એન આર ધાંધલ દ્વારા તમામ લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરવા સાથે દરિયા કિનારે ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શકયતાને લઈને માછીમારોને દરિયો ન ખેડવા, અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી હતી.તો ભરૂચ જીલ્લામાં વાવાઝોડાની કોઈપણ સ્થિતને પહોંચી વળતા તમામ ટીમોને સૂચના આપવા સાથે ધરાશય થેલા વૃક્ષો ને હટાવી માર્ગ તાત્કાલિક શરૂ કરવા તેમજ વીજ પોલ અથવા તો વાયરોને નુકશાન થાય તો તેને વહેલી તકે વીજ પૂરવઠો કાર્યરત થયા તે દિશામાં કામગીરી કરવા ડીજીવીસીએલને પણ સૂચના આપવામાં આવી છે.તો બીજી તરફ વાવાઝોડાની પરિસ્થિતિમાં નાગરિકોને તંત્રને સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી રહી છે.

ભરૂચના વિવિધ વિસ્તારોમાં વિજળી ગુલ થઈ હતી.ભરૂચ જીલ્લામાં સતત કમોસમી વરસતા ખેડૂતોને ખેતી નષ્ટ થવાનો ભય સતાવી રહ્યો છે તો બીજી તરફ ખેતી અને જણસ પલળી જવાથી વૈશાખમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો છે.

ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગને વાવાઝોડાના કારણે વૃક્ષ ધરાશય થવાના ૧૦ જેટલા કોલ મળતા તાત્કાલિક ફાયર ની ટીમો દ્વારા ધટના સ્થળે પહોંચી ધરાશય થયેલા વૃક્ષોને ખસેડી અને કટીંગ કરી ખસેડવામાં આવ્યા હતા.

તો ભરૂચ જીલ્લામાં સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ખેતી નષ્ટ થવાનો ભય રહ્યો છે.કારણ કે તેઓનો તૈયાર થયેલ પાક અને જણસ પલળી જતા ભાવ નહીં મળતા આર્થિક ફટકો સહન કરવાનો વાળો આવ્યો છે અને વૈશાખમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!