– સાંસદે આક્ષેપ કર્યો છે કે ચોમાસાના એક માસ પૂર્વે જ મકાનો તોડી પાડવામાં આવ્યા તે યોગ્ય નથી
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
કેવડિયા કોલોની ખાતે સેવા સત્તા મંડળ દ્વારા જે મકાનો તોડી પાડવામાં આવ્યા છે તે બાબતે આદિવાસી પટ્ટીના વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ગતરોજ કેવડિયા બચાવ સમિતિ દ્વારા આ મકાનો તોડી પાડવા બાબતે કલેકટરને આવેદનપત્ર પાઠવવા જવાના હોય બધાને આહવાન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ, આમ આદમી પાર્ટી,બીટીપી,બીએપી જેવી રાજકીય પાર્ટીના આગેવાનો પણ ભોગ બનનાર આદિવાસી પરિવારની પડખે ઊભા હતા અને ગતરોજ ધારાસભ્ય ચૈતર વસાવા અને ડો.પ્રફુલ વસાવા દ્વારા આ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.ત્યારે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી આ બાબતનો ઉકેલ લાવવા જણાવ્યું હતું.
પત્રમાં તેમણે જણાવ્યું છે કે કેવડિયા કોલોની વિસ્તારના જીલ્લા પંચાયતના ભાજપના સભ્ય અને ગરુડેશ્વર તાલુકાના ભાજપના પ્રમુખ તથા સ્થાનિક આગેવાનોએ મને રૂબરૂમાં મળીને લેખિત તથા મૌખિકમાં આ વિસ્તારના જે સળગતા પ્રશ્નો છે.જેમાં ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ઉભા ઘરો હતા તે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર દ્વારા આગામી ચોમાસાની ઋતુ બેસવાના એક માસ પૂર્વે જ તોડી નાખવામાં આવ્યા છે તે યોગ્ય નથી, સ્થાનિક આદિવાસી લોકોના રોજગાર ધંધા માટેના મહત્વના પ્રશ્નોની રજૂઆત મારી સમક્ષ કરી છે અને તેઓની રજૂઆતમાં મને તથ્ય જણાય છે, તો આ બાબતે તાત્કાલિક આપની કક્ષાએથી સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોના સમયસર ઉકેલ લાવવા માટે મીટીંગ બોલાવી જોઈએ.આ જ પ્રશ્ન બાબતે જીલ્લાના બીજા પણ પદાધિકારીઓ તેમને રૂબરૂ મળીને આ બાબતની ચર્ચા કરી છે.
નર્મદા જીલ્લાના સ્થાનિક આગેવાનોની આપના લેવલે બેઠક બોલાવી યોગ્ય ઉકેલ લાવશો તેવી હું આશા રાખું છું તેમ તેમના પત્રમાં જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is