best news portal development company in india

નેત્રંગની રેફરલ હોસ્પિટલને દાનમાં મળેલ ઓક્સિજન પ્લાન્ટ તંત્રની બેદરકારીને લઈને શોભાના ગાંઠીયા સમાન

SHARE:

– દર્દીને ઓક્સિજનના અભાવે સમયસર સારવાર મળવી મુશ્કેલ

(વિજય વસાવા,નેત્રંગ)

કોરોનાએ પુન: પોતાનો જીવલેણ વિકરાળ પંજો અમદાવાદ શહેરમાં ફેલાવી રહ્યો હોવાના અહેવાલને લઈને રાજય સરકારનું આરોગ્ય વિભાગ હરકતમાં આવતા રાજયભરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં તૈયારીઓ ચાલી રહી છે.

તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લા મથકથી આશરે ૬૫થી ૭૦ કિ.મીના અંતરે આવેલ નેત્રંગ તાલુકા મથક ખાતે તાલુકાની ૭૮ ગામની ગરીબ જનતાના આરોગ્યની સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર કમ રેફરલ હોસ્પિટલ નવનિર્મિત છે.

આ હોસ્પિટલના ઉદ્દઘાટનના પ્રથમ દિવસથી જ મુખ્ય અધિક્ષક ડૉક્ટર વર્ગ ૧ ની જગ્યા આજદિન સુધી ખાલી જ છે.તેમજ કોઈપણ સિનિયર ડૉક્ટર નથી.જેને લઈને સામાન્ય રોગના દર્દીને રાજપીપલા  હોસ્પિટલ ખાતે રીફર કરવાની પરંપરા ધર કરી ગઈ છે.જેના કારણે ગરીબ પ્રજાને ભારે આર્થિક નુકસાનની સાથે સાથે હેરાન પરેશાન થવુ પડી રહ્યુ છે.

રેફરલ હોસ્પિટલ ખાતે અગાઉ આવેલ કોરોનાકાળ વખતે દહેજ ખાતેની એક કંપની થકી લાખો રૂપિયાનો ઓક્સિજન પ્લાન્ટ દાનમાં આપવામાં હતો.જેને લઈને કોરોનાના દર્દીને નેત્રંગ રેફરલ હોસ્પિટલ ખાતે જ સારવાર મળી રહેતી હતી. કોરોના ધીમે ધીમે વિદાય લેતા ઓક્સિજન પ્લાન્ટ પણ બાદમાં મૃત હાલતમાં છે.આ બાબતે તપાસ કરતા જાણવા મળેલ છે કે સરકાર પાસે તેના રીપેરીંગ ખર્ચ માટેના રૂપિયા નથી જેથી આ પ્લાન્ટ બંધ હાલતમાં છે.અધુરામાં પુરૂ આ પ્લાન્ટને ચાલુ કરવા માટે કોઈ ઓપરેટર પણ નથી.

ભરૂચ જીલ્લા આરોગ્ય વિભાગ,જીલ્લા વિકાસ અધિકારી,જીલ્લા કલેક્ટર આ બાબતે તાત્કાલિક તાલુકાની ગરીબ પ્રજાની આરોગ્યની સુખાકારીને  ધ્યાને લઈને તેમજ જીવલેણ કોરોના નેત્રંગ તાલુકામાં પોતાનો વિકરાળ પંજો ફેલાવે તે પહેલા બંધ પડેલ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાવે તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!