– શું આપણે આ રીતે પર્યાવરણ દિવસ ઉજવવાની તૈયારી કરી રહ્યા છીએ? પર્યાવરણના ગંભીર પ્રશ્ન બાબત ની જવાબદારી કોની?
ભરૂચ,
અંકલેશ્વર તાલુકા માંથી અને ઉછાળી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદીમાં આજે ફરી એક વખત અસંખ્ય જળચળના મૃત્યુ થયાની જાણ પ્રકૃતિ સુરક્ષા મંડળને થતા તેમના દ્વારા સ્થળ પર જીપીસીબી,અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતના હોદ્દેદારો,મોનીટરીંગ કરતી ગેમી અને ઝઘડિયાની મોનીટરીંગ ટીમને સ્થળ પર બોલાવ્યા હતા અને સ્થળ નિરક્ષણ કરાવ્યું હતું.જીપીસીબીએ સ્થળ તપાસ આરંભી હતી.વાંરવારની બનતી આ ઘટનાઓ અને તપાસના નામે થતી લીપાપોથી સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
સ્થળ પર હાજર અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતના હરેશ પટેલે જણાવ્યું હતું કે અનેક વખત આવા બનાવો બને છે અને અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત ના C પપ્મીંગ માંથી આવતું હોવાનું કેહવાતું હતું, પરંતુ આજે ઝઘડિયા તરફથી આવતી ઉભેર ખાડી માંથી પ્રદુષિત પાણી આવતું દેખાઈ રહ્યું છે.હજરો માછલા મૃત દેખાઈ રહ્યા છે,આવી ઘટનાઓમાં અંકલેશ્વરને ટાર્ગેટ નહિ કરી યોગ્ય તપાસ કરવા જણાવ્યું હતું.
તો ઝઘડિયા ઓદ્યોગિક વસાહત સમૂહના પ્રતિનિધિ અને એન્વાયર્મેન્ટ કમિટી કમિટીના સભ્ય હિતેશભાઈ અને ઝગડિયા નોટીફાઈડ અધિકારી ભગતના સંયુક્ત નિવેદન મુજબ અમોએ ઝઘડિયાથી ઉછાળી ગામ સુથી તેમની ટીમે તપાસ કરી છે અને તપાસના અનુસંધાનમાં જણાવીએ છીએ કે આ પ્રદુષિત પાણી ઝઘડિયા જીઆઈડીસી માંથી નીકળતું નથી,ક્યાંથી આવે છે એ જીપીસીબી તપાસ કરી રહી છે તેમ જણાવ્યું હતું.
પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે હજારો માછલાઓ મૃત અવસ્થા દેખાયા છે, કલાકો વીત્યા બાદ પણ પાણી માંથી દુર્ગંધ અને કાળો કલર દેખાઈ રહ્યું છે.મારું કે તમારું કરવા કરતા પર્યાવરણના દિવસ સામે પર્યાવરણનું નિકંદન માટે જવાબદાર કોણ? વાંરવાર બનતી આવી ઘટનાઓ બંધ થવી જોઈએ અને જીપીસીબી દ્વારા નિષ્પક્ષ અને પારદર્શક તપાસની અપેક્ષા છે.દોષિતોને સખ્ત સજા થાય એવી અમારી માંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર અમરાવતી માં વારંવાર દૂષિત પણ નજરે પડે છે ત્યારે ઔદ્યોગિક મંડળ અને તપાસ કરી એજન્સી તેમજ જીપીસીબી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે અને ખાડીમાં જે ઔદ્યોગિક એકમો દ્વારા દૂષિત પાણી છોડવામાં આવે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનાર સમયમાં આ સમસ્યાનો નિકાલ આવી શકે છે નહીંતર ઉદ્યોગો દ્વારા દોષિત પાણીનો નિકાલ કરવામાં આવશે અને જીવ ચળનો જીવ બચી શકે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is