ભરૂચ,
ભરૂચના શુકલતીર્થમાં નર્મદા નદીના પટમાં ગેરકાયદે રેતી ખનનના કારણે ત્રણ વ્યક્તિના મોતના કેસમાં SITએ સ્થળ તપાસ હાથ ધરી છે. ગત ૧૫ નવેમ્બર ૨૦૨૪ ના રોજ રેતી ખનનના ઊંડા ખાડામાં પડી ૬ વર્ષીય દિશાન,વસંતભાઈ અને તેમના પુત્ર બિનીતકુમારનું મોત થયું હતું.
મૃતકોના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે આ કેસમાં હજુ સુધી કોઈ FIR દાખલ કરવામાં આવી નથી.વળતર પણ ચૂકવવામાં આવ્યું નથી. આ મામલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આયોગના આદેશ બાદ કલેક્ટર ભરૂચે SITની રચના કરી. તેમાં નાયબ કલેક્ટર, GPCB અધિકારી, DILR અને નબીપુર પોલીસના PIનો સમાવેશ કરાયો છે.અગાઉના રિપોર્ટ સામે વાંધા ઉઠતા આયોગે પુનઃતપાસનો આદેશ આપ્યો હતો.
૨૦ મે ૨૦૨૫ ના રોજ કલેક્ટરે મૃતકોના પરિવારજનોને સાંભળ્યા હતા.૨૪ મેના રોજ SITએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.સ્થાનિક માછીમાર અશોક ભીખા માછીએ ઘટનાની વિગતો,વિડિયો અને ફોટોગ્રાફ્સ રજૂ કર્યા હતા.તપાસમાં ૫૫ લોખંડની ડ્રેજિંગ બોટો, લાંબી પાઇપલાઇનો અને પોકલેન મશીનો સહિત ૫૦થી વધુ સાધનો ગેરકાયદે રેતી ખનન માટે વપરાતા હોવાનું બહાર આવ્યું છે.SITના અધ્યક્ષે ખાણ ખનિજ અધિકારીને તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે.મૃતકોના પરિવારજનો અને સામાજિક કાર્યકરોએ દોષિતો સામે કાર્યવાહી અને યોગ્ય ન્યાયની માંગ કરી છે.ત્યારે SITએ યોગ્ય ન્યાય અપાવવાનું આશ્વાસન આપ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is