best news portal development company in india

યોગી પર્વ ઉપક્રમે બીએપીએસ મંદિર જંબુસર ખાતે શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

યોગી પર્વ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રસન્નાર્થે જંબુસર શહેર અને તાલુકાના પરિવારના ભક્તજનોના માતૃ પિતૃ મોક્ષાર્થે સંગીતમય શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ બીએપીએસ મંદિર ખાતે કરવામાં આવ્યો હતો.વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ તિલક સ્વામીજીએ ભાગવત મહાત્મય સુંદર શૈલીમાં નિરૂપણ સાથે સમજાવ્યું હતું.

કથાના બીજા દિવસે કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ જગતના ગૃહસ્થ જીવનમાં માનવીનું સંપૂર્ણ જીવન પોતાના કુટુંબના ભરણપોષણ કરવામાં પસાર થાય છે.જ્યાં સુધી આત્મજ્ઞાનને જાણ્યો નથી તો જીવન વ્યર્થ છે.ભારતની ધરતી અણમોલ છે ભારતની ભૂમિ તો પરસ્પર પ્રેમથી બાંધે, લોકોના દુઃખ દર્દ કાપવા પડે, દિલોમાં રાજ કરવું પડે તેમ જણાવી પ્રમુખસ્વામી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું હતું.અને તૃતીય સ્કંદમાં કદર્પ ઋષિ અને માતા દેવહુતિની વાત વર્ણવી કપિલદેવ ભગવાનના જન્મના વધામણા કર્યા હતા. ભારતની ભૂમિ પર દૈવી આવતારો, ઋષિમુનિઓએ અવતાર ધારણ કર્યા છે. આત્મજ્ઞાનથી દાંપત્ય જીવન સુધીની કથા વર્ણવી કપિલ દેવજી ભગવાનના અવતારનું મહત્વ સમજાવ્યું હતું. મનુષ્ય શરીર નાશવંત છે આત્મા અજરા અમર છે. તેમ કહી યોગીબાપા ની બોધ કથા ની વાત જણાવી જગત આખાને આપણે જોઈએ છીએ પણ આપણા અંદર બેઠેલા આત્માને જોતા નથી આત્મજ્ઞાન સિદ્ધ કરેલું ન હોય તો દેહાભીમન વધે છે, અહંકાર દેહાભિમાન તોડવા માટે દેવા સુર સંગ્રામ ની કથા જણાવી,સેવા કરવાથી બળ પ્રાપ્ત થાય છે તેમ કહી ભૃગુ કચ્છ જે આજનું ભરૂચ ની વાત કરી વામન અવતારના વધામણા સાથે બલિરાજા અને વામન ભગવાનનો પ્રસંગ સાથે જેના જીવનમાં સંતોષ છે તે સુખી છે કહી ભાગવતનો સાર સમજાવ્યો હતો.આ સહિત બ્રહ્માજી પાસે હિરણ્ય કશ્યપુએ માગેલ વરદાનની વાત સંગીતમય શૈલીમાં જણાવી ભક્ત પ્રહલાદજીએ નવધા ભક્તિ શીખી હતી તે કહી પ્રહલાદજીને મારી નાખવા તેના પિતાએ અને પ્રપંચો કર્યા અને હોલિકા દહનના પ્રસંગ વર્ણવી પ્રહલાદજીને ભગવાન વિષ્ણુમાં અતૂટ વિશ્વાસ હતો અને થાંભલા સામે ભગવાનને પ્રાર્થના કરી તો નૃસિંહ ભગવાન પ્રગટ થયા અને હિરણ્ય કશ્યપુનો સંહાર નો પ્રસંગ આબેહૂબ વર્ણવ્યો હતો. ભાગવત પારાયણના બીજા દિવસે આટલાદરા કોઠારી સાધુ ભાગ્યસેતુદાસ સ્વામી ખાસ પધાર્યા હતા અને તેમને જણાવ્યું હતું કે સંતોના મુખેથી પારાયણ સાંભળીએ તો નિશ્ચિત માર્ગે પહોંચાય છે,ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જાય છે,ભાગવત મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. તેમ કહી પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કરી પ્રસંગ જણાવ્યો હતો.આગામી દિવસોમાં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો ૭૫મો વરણી દિવસ હોય ભક્તો ચાણસદ પદયાત્રા કરી જવાના છે, તે કાર્યક્રમની રૂપરેખા જણાવી દરેક ભક્તોએ પદયાત્રામાં જોડાવા અપીલ કરી હતી.

આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય નિર્મલ ચિંતન સ્વામી, પૂજ્ય સ્મિત વદન સ્વામી, પૂજ્ય યશો નિલય સ્વામી, સહિત શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સોની, જીતુભાઈ મકવાણા, અશોકભાઈ પાનવાલા, અનુપભાઈ પાનવાલા, નવીનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, નિખિલભાઇ દવે,અજયભાઈ ઝુમખાવાલા, યુગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈ બહેનનો હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!