best news portal development company in india

દહેજ – ગંધાર રોડ પર આવેલ M/S.Swetayan Chemtech માં સાંજે લાગેલ ભીષણ આગમાં બે કામદારો ઝાડ્યા

SHARE:

ભરૂચ,

દહેજ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના પ્લોટ નંબર સીએચ ૧૮,૧૯/૨ માં આવેલ M/S.Swetayan Chemtech માં રવિવારે સાંજના અરસામાં કોઈ અગમ્ય કારણસર અચાનક બ્લાસ્ટ થયો હતો.જે બાદ કંપનીમાં આગ ભભુકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કરતા સમગ્ર બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી જતા કર્મચારીઓમાં દોડધામ મચી હતી.જોકે આગની ઘટનાની જાણ થતાં દહેજ ફાયર વિભાગ તેમજ આસપાસની કંપનીઓ માંથી ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયાસ કર્યાં હતા.આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા આકાશમાં ઉડતા નજરે પડ્યા હતા.જેથી આસપાસના લોકોમાં ચિંતા પ્રસરી હતી.

આગની જાણ થતાં દહેજ પોલીસનો કાફલો, ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ સહિત મામલતદારની ટીમો પણ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી.

ભયંકર આગમાં બે કામદારો ચિરાગ નિઝામા અને સાવન દેવચંદ ઝાડ્યા હતા.જેઓને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.તો આગથી બચવા માટે એક કર્મચારી કંપનીના ધાબા પર ચઢી ગયો હતો જેને ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યો હતો.

ઈન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી જાગૃતિ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત રસાયણ કંપનીની સામે અને ઈન્ડોર રેઝીંગ કંપનીની બાજુમાં આવેલી શ્વેતાયન કેમ ટેક કંપનીમાં આગ લાગ્યાની માહિતી છે.હાલમાં આગને કાબુમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે.

વાગરા મામલતદાર મીનાબેને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ હાલમાં કાબુમાં છે અને એક કામદાર દાઝ્યો હોવાથી ભરૂચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો અન્ય એક કામદાર સામાન્ય દાઝ્યો છે.

અત્રે ઉલ્લેખની છે કે M/s.United Business Enterprise નામની કંપનીએ M/S.Swetayan Chemtech કરી State Level Expert Appraisal Committee held માંથી

સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલ્સના ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ૦૨-૦૬-૨૦૨૧ ન રોજ પર્યાવરણ મંજૂરી મેળવી હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ કંપની દહેજમાં કેટલા સમયથી કાર્યરત હતી અને ફાયર સેફ્ટી હતી કે નહીં તે દિશામાં તંત્ર તપાસ કરે તે જરૂરી છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!