– ઝઘડિયા પોલીસે તગારા અને પીપના ઉપયોગથી ભઠ્ઠીમાં દેશી દારૂ ગાળનાર એક ઇસમને ઝડપી લીધો
(જ્યશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉંટિયા ગામેથી પોલીસે દેશી દારૂ અને ભઠ્ઠીમાં દારૂ ગાળવાના વોસ અને ફટકડી સહિત કુલ રૂપિયા ૧૦૪૩૦૦ ના મુદ્દામાલ સાથે દારૂ ગાળવાના ગુના હેઠળ એક ઈસમને ઝડપી લીધો હતો.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પીઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાનન બાતમી મળેલ કે ઉંટિયા ગામનો અલ્પેશ ઉર્ફે લાલો કાન્તિ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે રેઈડ કરતા ત્યાં છાપરાની નીચે બે ચુલા બનાવીને એલ્યુમિનિયમના તગારા પીપ અને પાઈપોના ઉપયોગથી ભઠ્ઠી બનાવી હતી.છાપરામાં અને છાપરા બહાર મળીને કુલ ત્રણ ભઠ્ઠી બનાવેલ હતી અને તેનાથી દારૂ બનાવાતો હતો.પોલીસ તપાસ દરમ્યાન નાના મોટા કુલ ૮ જેટલા કાર્બાઓમાં તેમજ ચાર મીણીયા કોથળાઓમાં રાખેલ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ દેશી દારૂ મળી આવ્યો હતો.તથા છાપરાથી થોડે દુર ઝાડી ઝાંખરમાંથી મળેલ ૪૫ જેટલા બેરલોમાં દારૂ ગાળવાનો વોશ તેમજ બે મીણીયા થેલાઓમાં ભરેલ ફટકડી મળી આવેલ હતી.પોલીસે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સ્થળ ઉપરથી મળી આવેલ દેશી દારૂ લીટર ૧૯૦ કિંમત રૂપિયા ૩૮૦૦૦, દારૂ ગાળવાનો વોસ લીટર ૨૨૫૦ કિંમત રૂપિયા ૫૬૨૦૦, ફટકડી કિલો ૪૫ કિંમત રૂપિયા ૨૨૫૦, ગરમ વોસ લીટર ૩૦૦ કિંમત રૂપિયા ૭૫૦૦ તેમજ એલ્યુમિનિયમના ત્રણ તગારા કિંમત રૂપિયા ૩૦૦ મળી કુલ રૂપિયા ૧૦૪૩૦૦ ના મુદ્દામાલ સાથે અલ્પેશ કાન્તિ વસાવા રહે.ગામ ઉંટિયા તા.ઝઘડિયા જી.ભરૂચનાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is