– કેમિકલ પ્લાન્ટ હોવા છતાં સુરક્ષાના સાધનોનો અભાવ?
– જીઆઈડીસીના અગ્નિ શામક દળો દોડી આવી અડઘો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીની નાની મોટી કંપનીઓમાં આગ લાગવાની ઘટનાઓ તેમજ અન્ય અકસ્માતો કંપની સંચાલકોની સેફટી બાબતની બેદરકારીના કારણે બની રહ્યા છે.ગતરોજ જીઆઈડીસીની RFC ઈન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.જેના પગલે કંપનીમાં દોડધામ મચી જવા પામી હતી.કંપની સંચાલકો દ્વારા જીઆઈડીસીના અગ્નિ શામક દળોને બોલાવતા તાત્કાલિક ઘટના ઉપર ધસી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યા બાદ અડધો કલાકમાં આગ કાબૂમાં આવી હતી.જોકે સદ્દનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.પરંતુ આગના પગલે કંપનીમાં માલ સામાનને નુકસાન થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે.
કંપની સંચાલકોએ પહેલા વેલ્ડીંગ કરતી વેળા અને બાદમાં શોર્ટ સર્કિટને કારણે કેમીકલ સ્ટોરેજ વિસ્તારમાં આગ લાગી હોવાનું રટણ રટ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કંપની કેમિકલ પ્રોડક્ટ કરતી હોવા છતાં પણ કંપનીમાં આગ ઉપર કાબુ મેળવતા સાધનોની અછત હોવાનું બહાર આવ્યું હતું અને RFC ઈન્ડસ્ટ્રીઝ કપનીમાં સુરક્ષાના નામે મીંડુ હોવાનું જણાયું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is