– ભરૂચ સિવિલમાં દાખલ કરાયો હતો : પેનલ પીએમની કાર્યવાહી સાથે તપાસ હાથ ધરાઈ
ભરૂચ,
અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકમાં ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીનું ભરૂચની સિવિલ હોસ્પિટલમાં બીમારી દરમ્યાન મોત નીપજ્યું હતું.આ મામલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથધરી હતી.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર ટ્રક ચાલકોને નિશાન બનાવી તેમને માર મારી લૂંટી લેવાના મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.આ મામલે ભરૂચ LCB ટીમે આરોપી રામલાલ કંજરની અટકાયત કરીને તપાસ માટે બી ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.ત્યાં તેની તપાસ બાદ તેને ભરૂચ સબ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત બગડતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.ત્યાં ટૂંકી સારવાર બાદ રામલાલ કંજરનું મૃત્યુ નિપજ્યું હતું.
આ મામલે અંક્લેશ્વર ઈન્ચાર્જ ડીવાયએસપી અને બી ડિવિઝન પીઆઈ વી.યુ.ગડરિયાએ ભરૂચ સીવીલ હોસ્પિટલ ઉપર પહોંચી ભરૂચ પ્રાંત અધિકારી મનીષા મનાણીની હાજરીમાં મૃત્યુ અંગે વધુ તપાસ માટે અને સાચી સ્થિતિ સ્પષ્ટ થાય તે હેતુથી પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is