best news portal development company in india

ઝઘડિયાના ભાલોદ અને તરસાલી ગામે ભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે મોટા પ્રમાણમાં નુકશાન

SHARE:

(ભાવેશ પંડ્યા,ભાલોદ)

હવામાન વિભાગની આગાહીના પગલે ભરૂચ જીલ્લાના વિવિધ વિસ્તારોમાં મોડી રાતે ભારે પવન ફૂંકાયો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભારે પવન સાથે વરસાદના કારણે ભરૂચ જીલ્લા સહિત ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં લોકોના મકાનોની પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ કેટલાક મકાનોની દિવાલો પણ ધરાશય થઈ છે અને વાહનો પર વૃક્ષો ધરાશાય થવાથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.સાથે રાજપારડીથી ભાલોદ,ઝઘડિયાથી રાજપારડી જેવા માર્ગો પર વૃક્ષો ધરાશાય થવાના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો.ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ખાતે મોડી રાત્રે ફુગાયેલ પવન અને ભારે વરસાદના કારણે લોકોની પતરાની છતો ઉડી ગઈ હતી તેમજ મકાનોની દીવાલો પણ પડી ગઈ છે અને કેટલાક વાહનો પર વૃક્ષો ધરાશાય થવાથી ખૂબ મોટા પ્રમાણમાં લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.ભારે વરસાદ સાથે પવન ફુગાવાથી ભાલોદ, તરસાલી, ટોઠીદ્રા જેવા વિસ્તારોમાં ખેતીને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!