ભરૂચ,
ભવ્ય ભરૂચની ભવ્ય એવી કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી આજે ૧૮માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. ૨૮ મે ૨૦૦૮ના રોજ શરુ થયેલ ભવ્ય ભરૂચની આ લાયબ્રેરી કે જ્યાં રોજના ૧૫૦થી વધુ વાચકો જ્યાં એનો લાભ છે.ગુજરાતી, મરાઠી,હિન્દી અને અંગ્રજી મળી ચાર ભાષામાં કુલ ૫૫૦૦૦ થી વધુ પુસ્તકો છે.જેના ૨૦૦૦ થી વધુ સભ્યપદ ધરાવતા વાચકો છે.એવી આ ભવ્ય લાયબ્રેરી આજે ભરૂચ જ નહિ પણ ગુજરાત આખામાં ખુબ જ નામના પામી છે.
ભવ્ય ભરૂચને આવી ભવ્ય એવી કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીની ભેટ ધરનાર લાયબ્રેરીના સ્થાપક એવા ગૌતમભાઈ ચોકસી, લાયબ્રેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટર મનન ચોકસી તથા સહ ટ્રસ્ટીગણના ઉત્તમ લોક ઉપયોગી એવા જ્ઞાનસેવા યજ્ઞને સતત કાયમ રાખવા માટે એટલો જ ફાળો અહીના સાહિત્ય પ્રેમને બળ આપનાર અને લોકો સુધી પુસ્તકાલયની વિશેષતા અને મહત્વતાને ભરૂચના સાહિત્ય પ્રેમી લોકોમાં પ્રસાર કરવા માટે પ્રિન્ટ મીડિયાના સમાચાર પત્રો, ડીજીટલ સમાચાર પત્રો, પત્રકારોનો પણ ફાળો એટલો જ મહત્વનો રહ્યો છે.જે માટે આ પુસ્તકાલય તેઓનાં પ્રત્યે આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં તેમના ઉત્તમ સહકારની અપેક્ષા રાખે છે.
આ પ્રસંગે પુસ્તકાલય તેમના વ્હાલા વાચક સદસ્યો, ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવા આવતા સફળ વિદ્યાર્થીઓનો પણ આભાર વ્યક્ત કરે છે.
આ પુસ્તકાલયના વાતાનુકુલિત વાંચનખંડમાં વાંચન કરી લગભગ ૧૦૦ થી વધારે વાચક સદસ્યો GPSC, UPSC ,CA ,Railway Board તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઇ સરકારી નોકરી અને અન્ય ઉચ્ચ પદ પર નિમણુક પામ્યા છે જેનો આ પુસ્તકાલય ગર્વ અનુભવે છે.
પુસ્તકાલયને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આ પુસ્તકાલયના ટ્રસ્ટીગણ સતત પ્રયત્નશીલ રહે છે.જેના ભાગરૂપે આ પુસ્તકાલયમાં સેમીનાર,પુસ્તક પરિચય,કવિ સંમેલન વગેરે કાર્યક્રમો યોજાય એ માટે ૨૧૫ વ્યક્તિઓ સમાવી શકાય એવો ભવ્ય વાતાનુકુલિત સભાખંડ પણ બનવવામાં આવ્યો છે. શહેરના મધ્યમાં આવેલ આ ભવ્ય પુસ્તકાલય ધબકતા ભરૂચનું હ્રદય બની છે!

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is