ભરૂચ,
ભરૂચ શહેર અને જીલ્લામાં મધ્યરાત્રીએ વીજળીના કડાકા ભડાકા સાથે પૂર ઝડપે પવન ફોકાતા તેમજ ધોધમાર વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી.વાવાઝોડાના કારણે વીજ પુરવઠો ખોરવાતા અનેક વિસ્તારોના લોકોએ અંધારપટ સાથે જાગરણની રાત વિતાવવાની નોબત આવી હતી વરસાદના કારણે ઠંડક પ્રસરી હતી પરંતુ વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વૃક્ષો ધસી પડ્યા હોવાના અહેવાલો મળ્યા હતા.
ભરૂચ જીલ્લામાં મધ્યરાત્રી એટલે કે મોડી રાત્રીએ વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં વીજળીના ચમકારા શરૂ થતાં જ ગાજવીજ સાથે પૂર ઝડપે પવન ફુકાયો હોય જેના પગલે જાહેર માર્ગો તથા અન્ય વિસ્તારોમાં ઘટાદાર વૃક્ષો પણ મૂળિયા સાથે ધસી પડતા વીજવાયરો વીજ થાંભલાઓને પણ નુકસાન થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો જેના પગલે સમગ્ર ભરૂચ જિલ્લામાં અંધાર પણ છવાયો તો કેટલાય વિસ્તારોમાં વૃક્ષો ધસી પડતા નજીકમાં રહેતા મકાનો અને વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે મોડી રાત્રીએ થી વહેલી સવાર સુધી વરસેલા ધોધમાર વરસાદના પગલે ઠંડક પ્રસરી હતી પરંતુ નીચાણ વાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભરૂચમાં વરસાદી કાંસની સફાઈ દેખાવા પૂરતી જ કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે ભરૂચમાં મધ્યરાત્રીએથી વહેલી સવાર સુધી વરસેલા વરસાદમાં જ ભરૂચના કસક વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઓવરફ્લો થતા ગટરના ગંદા પાણી જાહેર માર્ગો ઉપરથી ફુવારા સાથે ઘૂંટણ સમા ભરાઈ રહેતા વેપારીઓથી માંડી વાહન ચાલકોને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હોય તદ્દઉપરાંત એટલા દુર્ગંધવાળા અને એટલા ગંદા પાણી હોય કે ભયંકર રોગચાળાની દહેસત પણ લોકોને સતાવી રહી છે.ત્યારે ગટર સફાઈમાં સાચા અર્થમાં કાચ સફાઈ થઈ છે ખરી કે પછી માત્ર દેખાવા પૂરતી જ કાંસોની સફાઈ કરી મોટી રકમ સગેવગે થઈ ગઈ છે તેવા પ્રશ્નો પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યા છે
ભરૂચના ફાટા તળાવથી ફુરજા ચાર રસ્તા સુધી આરસીસી અને બ્લોક ગટર ૩.૫૦ કરોડના ખર્ચે કરવામાં આવી હોવા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય કમોસમી વરસાદમાં જળ બંબાકાની પરિસ્થિતિ ઉભી થતા ફરજા ચાર રસ્તા નજીક નાળિયેરી બજાર જવાના માર્ગ પાસે ગટરનું ઢાંકણું પણ ખુલી જતા વરસાદી પાણીમાં વાહન ચાલકો કે રાહદારીઓ ખાબકી ન જાય તે માટે સ્થાનિકોએ કુંડી ખુલ્લી હોય તે સ્થળ ઉપર લાકડી મૂકી લોકોને સાવચેત કરવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ સામાન્ય વરસાદમાં પણ સાડા ત્રણ કરોડના ખર્ચ બાદ પણ પાણીનો ભરાવો અને જળબંબકાલની પરિસ્થિતિ ઉભી થતા લોકોમાં અનેક સવાલ ઊભા થયા હતા.
ભરૂચ શહેરમાં ૨૭ જેટલી નગરપાલિકાની હદમાં વરસાદી કાંસો આવેલી છે જેની સફાઈ કરવામાં પણ વેઠ ઉતારવામાં આવી હોય અને એટલા માટે જ ભરૂચમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બનતા ભરૂટ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસોની સફાઈ સંપૂર્ણ થઈ છે કે કેમ તે જાણવું જરૂરી છે જો ક વિપક્ષીઓનું પણ મૌન ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે.
ભરૂચ પાલિકાના વોર્ડ નંબર ૭ માં આવેલ નવી વસાહતમાં ગટરમાં વારંવાર અવરોધ સર્જાતા હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં લેવામાં આવતા નથી. રહીશોએ અગાઉ અનેક વખત આ અંગે રજૂઆત કરવા છતાં ગટરની યોગ્ય સાફ સફાઈનો પ્રશ્ન યથાવત રહેતા વરસાદી પાણીનો નિકાલ અવરોધતા કમોસમી વરસાદના પાણી લોકોના ઘરોમાં પાણી ભરાતા આક્રોશ ફાટી નીકળ્યો હતો અને જણાવ્યું હતું કે નગરસેવકોને વારંવાર સફાઈ માટે કહેવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.અમે ભાજપના કમળ ને જોઈને વોટ આપીએ છીએ હવે અમારે નગરસેવક બદલવા પડશે અને કામ થાય એવા માણસને લાવવા પડશે.
સ્થાનિકોના આક્રોશને પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ગટરની સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is