– પોસ્કો તથા એટ્રોસિટી એક્ટ સહીતની કલમો લગાવવામાં આવી
– મોડી સાંજે શિક્ષક સાજીદ વાઝાની ધરપકડ બાદ પોસ્કોની ખાસ કોર્ટમાં હાજર કરવામાં આવશે
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામની હાઈસ્કૂલમાં હંગામી શિક્ષક તરીકે ફરજ બજાવતા અને રાજપારડીના ભાલોદ રોડ વિસ્તારમાં રહેતા સાજીદ હુસેન વાઝા એ તાલુકાના એક ગામની સગીરાને તેના ઘરે ટ્યુશનમાં બોલાવી હતી, ઘટનાના દિવસે અન્ય વિદ્યાર્થીનીઓને સાજીદ હુસેન વાઝાએ રજા આપી દીધા બાદ સગીરાને એકલીને દાખલા શીખવાડવાના બહાને તેને ટ્યુશન ના ટાઈમ કરતાં વધુ બેસાડી હતી.તે દરમ્યાન તેણે સગીરા સાથે છેડતી કરી હતી અને શારીરિક અડફલા કર્યા હતા.આ ઘટના બાબતે સગીરાએ ઘરે જઈ તેની માતાને વાત કરતા તેની માતાએ કામ પરથી આવેલા તેના પિતાને આ બાબતની જાણ કરી હતી.પિતાને પોતાની પુત્રી સાથે થયેલ છેડતી ની જાણ થતાં તેના પિતા સાજીદ હુસેન વાઝાના ઘરે તેને ઠપકો આપવા માટે ગયા હતા.ત્યારે સાજીદ હુસેન વાઝાએ ઉલટાનું તેના પિતા સાથે ગેરવર્તુણક કરી ગાળા ગાળી કરી બે લાફા માર્યા હતા.જેથી તેના પિતાએ સાજીદ હુસેન વાઝા વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સાજીદ હુસેન વાઝા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તથા પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ગતરોજ મોડી સાંજે પોલીસે સાજીદ હુસેન વાઝાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ આદરી હતી.
જાણવા મળતી માહિતી પ્રમાણે આજરોજ તપાસ કરનાર પોલીસ ટીમ દ્વારા સાજીદ હુસેન વાઝાને સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં હાજર રાખવામાં આવનાર છે અને જરૂર જણાયે તેના રિમાન્ડની પણ માંગણી કરવા માં આવનાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.ઘટનાની જાણ ભરૂચના સાંસદ મનસુખ વસાવાને થતા આજરોજ તેઓ ભોગ બનનાર પરિવારની મુલાકાતે આવ્યા હતા અને ગુનેગારને કડકમાં કડક અને વહેલી તકે સજા કરવામાં આવશે તેવી સાંત્વના ભોગ બનનાર પરિવારને આપી હતી.
– ભરૂચના એસપીએ સાંસદ મનસુખ વસાવાનો ફોન કાપી નાખ્યો
ઝઘડિયા તાલુકાના એક ગામની સગીરાને ટ્યુશન કરાવતા સાજીદ હુશેન વાઝા નામના શિક્ષકે છેડતી કરતા ભોગ બનનાર પરિવારની મુલાકાત લેવા સાંસદ મનસુખ વસાવા આવી પહોંચ્યા હતા. મનસુખભાઈ ભોગ બનનાર પરિવારને મળી તેમને સાંત્વના આપી હતી અને આ બાબતે જણાવ્યું હતું કે રાજપારડી પોલીસ મથકના પીઆઇ પર મને વિશ્વાસ નથી જેથી મેં ભરૂચ ડીએસપીને કોલ કર્યો હતો તો મારી વાત સાંભળવાના બદલે તેમણે રાજપારડીના પીઆઇ ની તરફેણ કરતા હોય તેવી વાત કરી મારો કોલ કાપી નાખ્યો હતો.જેથી સાંસદ મનસુખ વસાવા એ ગૃહમંત્રી પણ આવા એસપી ની નોંધ લે, રાજ્ય સરકાર કેમ આવા લોકોનો બચાવ કરે છે? તેવો આક્ષેપ કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પણ ભરૂચ જિલ્લા પર ધ્યાન રાખે, જે દિવસે આદિવાસી જાગશે તે દિવસે કોઈનું નહીં રાખે તેમ તેમણે આક્રોશ પુર્વક જણાવ્યું હતું. તાલુકાના અન્ય આગેવાનો પણ ભોગ બનનાર પરિવારને ત્રણ ત્રણ દિવસ થયા છતાં પણ મળવા આવતા નથી જે વ્યાજબી નથી, ભય ભૃુખ અને ભ્રષ્ટાચાર ની વાતો કરનાર આપણે આવા લોકોને કેમ બચાવીએ છીએ તેવું કહી તેમના જ પક્ષની સામે નિશાન તાકયુ હતુ.
– રાજપારડીમાં આવી ૧૦ થી ૧૧ ઘટનાઓ બની છે : સાંસદ મનસુખ વસાવા
ઝઘડિયા તાલુકાની એક ગામની સગીરાને રાજપારડીના સાજીદ હુસેન વાઝા નામના શિક્ષકે ટ્યુશનમાં બોલાવી તેની સાથે છેડતી કરી હતી, ભોગ બનનાર સગીરાના પરિવારજનોને સાંસદ મનસુખ વસાવા મળવા આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ રાજપારડી પોલીસ મથક પર નિશાન તાકીને સાંસદ મનસુખ વસાવાને જણાવ્યું હતું કે આવી તો રાજપારડીમાં ૧૦ થી ૧૧ ઘટના બની છે, છતાં પણ પોલીસ કોઈ ઠોસ કદમ ઉઠાવતી નથી તેમ સાંસદ મનસુખ વસાવાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું
– અગાઉની ઘટનામાં પણ રાજપારડી પોલીસે પૈસા લઈ કેસને રફેદફે કર્યો હતો : સાંસદ મનસુખ વસાવા
સાંસદ મનસુખ વસાવા રાજપારડી પોલીસ મથકના પીઆઈ પર નિશાન તાકતા જણાવ્યું હતું કે અગાઉ પણ આવી એક ઘટનામાં જે તે સમયના રાજપારડી પોલીસ મથકના પીઆઇ એ પૈસા લઈને કેસને રફેદફે કર્યો હતો, શું પોલીસ તંત્રનું આ કામ છે? પોલીસ તંત્ર એ ન્યાય આપવાનું કામ છે, આવા પીઆઈની સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીએસપીને તેમણે જણાવ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is